ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
લાલબાગની ઊંચી ઇમારતમાં આગ લાગ્યા પછી મુંબઈનો ફાયર ફાઇટિંગ ડિપાર્ટમેન્ટ હવે ઍક્શનમાં આવ્યો છે. મુંબઈ શહેરની તમામ ઊંચી ઇમારતોને વારાફરતી નોટિસ આપવામાં આવી રહી છે. કાંદિવલીના એમજી રોડ ખાતે આવેલી એક ઇમારત પાસે મૉક ડ્રિલ કરવામાં આવી. ત્યાર બાદ દરેક માળનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. સ્વાભાવિક રીતે ઇમારતમાં એકય તકલીફ ન હોવાથી ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટને ચા-પાણીનો કોઈ પ્રશ્ન જ ઊભો થયો નહીં. આખરે ગિરનાર ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટે દરેક ફ્લૅટની બહાર રહેલા ચંપલ-બૂટના સ્ટૅન્ડ પર વાંધો ઉઠાવ્યો. કાયદાની ચોપડી બતાવીને બિલ્ડિંગના સેક્રેટરીને નોટિસ આપવામાં આવી કે દરેક ઘરની બહારથી ચંપલ-બૂટના સ્ટૅન્ડને ખસેડવામાં આવે.
કાંદિવલીનો આ કિસ્સો કંઈ નવો નથી. બોરીવલી ખાતે એક ઇમારતમાં વગર કોઈ કારણે નોટિસ બજાવવામાં આવી અને ઇન્સ્પેક્શન ગોઠવવામાં આવ્યું. હવે આ પ્રક્રિયા મુંબઈની અનેક ઇમારતો માટે લાગુ કરવામાં આવી રહી છે.
સ્વાભાવિક છે કે નોટિસના નામે મોરલો કળા કરી રહ્યો છે. તમામ લોકો લાચાર છે