ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ગણેશ ઉત્સવ દરમિયાન કોરોના સંક્રમણ ન વધે તે માટે મુંબઈ પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જે શહેરમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.
મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ગણેશ ઉત્સવ નિમિત્તે સમગ્ર શહેરમાં 5 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ સાથે બાપ્પાના ભક્તો દર્શન માટે પંડાલમાં જઈ શકશે નહીં. ઉપરાંત કોઈપણ મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગણપતિ નિમિત્તે પંડાલ મુંબઈમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. પરંતુ વધતા કોરોના સંક્રમણને જોતા પંડાલોમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કોરોના કેવો અને સુરક્ષા કેવી? ગણેશોત્સવના આગલા દિવસે બજારોમાં દેખાઈ ભારે ભીડ