ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી ગણેશ ઉત્સવ નિમિત્તે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પાલિકા દ્વારા વારંવાર નાગરિકોને ભીડ ટાળવાની અપીલ કરવા છતાં પણ ગણેશ ઉત્સવના આગલા દિવસે બજારોમાં ભારે ભીડ દેખાઈ રહી છે. આજે સવારથી જ દાદરના ફુલ માર્કેટ સહિત પરાંના બજારોમાં ભારે સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે. દાદરના ફુલ માર્કેટમાં પગ રાખવાની પણ જગ્યા નથી. સાદગીથી ઉત્સવ મનાવવાની વિનંતી સરકારે કરી હોવા છતાં નાગરિકો બેફિકર થયા છે.
હવે લાગશે કોનો નંબર? કિરીટ સોમૈયા મહારાષ્ટ્ર કૅબિનેટના વધુ એક નેતાની પોલખોલ કરશે
ગણેશોત્સવની પૂર્વ સંધ્યાએ દાદરના ફૂલ બજારમાં જામી ભીડ, કોરોના નિયમોનું ઉલ્લંઘન
ગત વર્ષે પણ ગણેશોત્સવ મનાવવા મળ્યો ન હતો અને આ વર્ષે નિયમો શિથિલ થવાથી લોકો તેનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. બજારોમાં આવેલા લોકો દ્વારા કોરોના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ બધાને નિયંત્રણમાં રાખવા માટે કોઈ બંદોબસ્ત પણ કરાયો નથી. નાગરિકોની આ બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે.