ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
મહારાષ્ટ્રમાં અનલૉક માટે સરકારે પાંચ સ્તરીય અનલૉક યોજના અલમમાં મૂકી હતી. આ તબક્કોઓનો આધાર મુખ્યત્વે બે વસ્તુ પર છે. પ્રથમ પૉઝિટિવિટી રેટ અને દ્વિતીય ઑક્સિજન બેડની ઑક્યુપન્સી. પ્રથમ તબક્કામાં આવતા જિલ્લામાં પૉઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચો હોવો જોઈએ અને ઑક્સિજન બેડની ઑક્યુપન્સી ૨૫ ટકાથી ઓછી હોવી જોઈએ.
આ મુજબ હવે મુંબઈ પ્રથમ તબક્કામાં આવી ગયું છે. હાલ મુંબઈનો પૉઝિટિવિટી રેટ 3.૭૯% ટકા છે તો ઑક્સિજન બેડની ઑક્યુપન્સી માત્ર ૨૩.૫૬% ટકા છે. જોકેપૂર્વે મુંબઈ બીજા તબક્કામાં હોવા છતાં મુંબઈમાં ત્રીજા તબક્કાના નિયમો પાલિકા દ્વારા લાગુ કરાયા છે. હવે આ મામલે પાલિકા શું નિર્ણય કરે છે એના પર સૌની નજર છે.
કાંદિવલીના ફેક વેક્સિનેશન મામલે ચારની ધરપકડ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે જો મુંબઈમાં પ્રથમ તબક્કા અનુસાર નિયમો લાગુ થાય તો મૉલ, સિનેમા ઉપરાંત તમામ વસ્તુઓ ખૂલી જશે. ઉપરાંત રાજ્યના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારના આપેલા નિવેદન મુજબ લોકલ ટ્રેનોમાં સમાન્ય જનતાને પણ પ્રવેશ કરવાની છૂટ મળી શકે છે.