News Continuous Bureau | Mumbai
ગુડી પડવાના દિવસે મુંબઈગરાની સેવામાં શામેલ થયેલી મેટ્રો-7 અને મેટ્રો 2-એ બે દિવસમાં જ મુંબઈગરાની માનીતી બની ગઈ છે. જોકે બે દિવસની અંદર આરે મેટ્રો સ્ટેશન પર પ્રવાસીઓને બેસવા માટેની મેટલની બેઠકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર વાયરલ થઈ ગયા હતા.
મેટ્રો રેલવેને મુંબઈગરાએ ભરપૂર પ્રતિસાદ આપ્યો છે. મેટ્રો રેલવે ફૂલ જઈ રહી છે. જોકે સત્તાવાર રીતે હજી રવિવારથી મુંબઈગરાની સેવામાં જોડાયેલી મેટ્રો રેલવેના આરે સ્ટેશન પર પ્રવાસીઓને માટે બેસવાની મેટલની બેઠકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનો ફોટો ટ્વીટર પર વાયરલ થયા હતા. તેથી લોકોએ ટીકા કરવાનું ચાલુ કરી દીધું હતું.
मुंबई की नयी मेट्रो अभी शुरू हुई नहीं, लेकिन dent पहले ही आ गए हैं। बैठने की जगह का हाल देखिए #Mumbaimetro @CMOMaharashtra @MMRDAOfficial pic.twitter.com/OgkOhTRckR
— Khushboo Tiwari (@This_khushboo) April 2, 2022
આ સમાચાર પણ વાંચો : સાવધાન!! રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો આવી બનશે. ટ્રાફિક પોલીસ લેશે આ પગલા.. જાણો વિગતે
સોશિયલ મીડિયા પર લોકોએ મેટ્રો રેલવેમાં વાપરવામાં આવેલા સામાનની ગુણવત્તા સામે ટીકા કરવાનું ચાલુ કરી દીધું છે. જોકે મુંબઈ મેટ્રો પ્રશાસનને ટ્વીટર પર વાયરલ થયેલા ફોટોની નોંધ લીધી હતી અને તાત્કાલિક ધોરણે આરે સ્ટેશન પર મેટલની બેસવાની સીટને બદલી નાખી હતી. તેમ જ તેને લગતી માહિતી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.