ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
મુંબઈગરાઓની ચિંતામાં વધારો થયો છે. , મુંબઈની હવા ફરી એકવાર પ્રદૂષિત થઈ ગઈ છે. મુંબઈની હવા ગુણવત્તા ઘસરી ગઈ છે, તે માટે ફરી એક વખત પાકિસ્તાન કારણભૂત બન્યો છે.
મુંબઈ સહિત તેની આજુબાજુના વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસ વિઝિબિલીટી ઘટી ગઈ છે. તેમાં પણ સોમવારના સવારના મોડે સુધી વાતાવરણમાં પ્રદૂષણ જણાયું હતું અને વિઝિબિલીટી એકદમ ઓછી હતી, તેથી રસ્તા પર વહેલી સવારના વાહનવ્યવહારમાં થોડી અડચણો જણાઈ હતી. બપોર સુધી વાતાવરણ ઝાંખ્ખુ જણાતું હતું.
હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ ચાર ફેબ્રુઆરીથી, મુંબઈ અને તેની આસપાસની હવાની ગુણવત્તા ઘસરી ગઈ છે. જે રીતે જાન્યુઆરીમાં પાકિસ્તાનના બલૂચિસ્તાનથી ધૂળનું તોફાન મુંબઈ તરફ આવ્યુ હતું. તેવી જ પરિસ્થિતી ફરી નિર્માણ થઈ છે. ફરી એક વખત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધૂળની ડમરીઓથી ઊડીને મુંબઈ તરફ આવી રહી છે, તેને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોની હવા પ્રદૂષિત થઈ ગઈ છે.
શિવાજી પાર્કમાં લતા મંગેશકરનું સ્મૃતિ સ્થળ ઊભા કરવાની થઈ માગણીઃ જાણો કોણે કરી માગણી..
મુંબઈનો બપોરના સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 314 રહ્યો હતો, જે સૂચવે છે કે મુંબઈની હવા એકદમ પ્રદૂષિત છે. સવારના મઝગાંવ, કોલાબા, ભાંડૂપ અને અંધેરી, ચેંબુરમાં હવાની ગુણવત્તા એકદમ નબળી જણાઈ હતી.