ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈ મહાનગરપાલિકાએ તૈયાર કરેલા 236 વોર્ડની પુનર્રચના સામે ભાજપ પહેલાથી વિરોધ કરી રહ્યો છે. પરંતુ જ્યારે ચૂંટણી પંચે લોકો પાસેથી વાંધા અને સલાહ-સૂચનો મગાવ્યા ત્યારે છેલ્લા દસ દિવસમાં માત્ર 100 લોકોએ પવાંધા અને સૂચનો નોંધાવ્યા છે.
મુંબઈના 227 વોર્ડમાં ફેરરચના કરીને તેને 236 બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. વોર્ડની પુનર્રચનાના ડ્રાફ્ટ સામે હાલ લોકોને વાંધા અને સલાહ-સૂચનો આપવાનું કહેવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી વોર્ડના વિભાજન સામે વાંધો લેનારાનું પ્રમાણ વધુ છે. તો પૂરા વોર્ડની રચના સામે કોઈએ પણ હજી સુધી વાંધો ઉઠાવ્યો નથી.
શિવસેનાના આ નેતાએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કર્યો મોટો દાવો..જાણો વિગત
છેલ્લા દસ વર્ષમાં લોક સંખ્યા વધી ગઈ હોવાનું કારણ આપીને વોર્ડની નવેસરથી રચના કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ વોર્ડની પુનર્રચનાને માન્યતા આપી દીધી છે. હવે લોકો પાસેથી પહેલી ફેબ્રુઆરીથી સલાહ-સૂચનો અને વાંધા મગાવવામાં આવી રહ્યા છે. સલાહ-સૂચનો નોંધાવવા માત્ર પાંચ દિવસ બચ્યા છે, ત્યારે માંડ
100 લોકો જ વોર્ડના વિભાજન સામે વાંધો લીધો છે, હવે કદાચ પાંચ- છ દિવસમાં આ આંકડો વધે એવી શક્યતા છે.