મુંબઈ ટ્રાફિક પોલીસી શહેરભરમાં અકસ્માતજન્ય તેમજ સ્પીડિંગ પોઇન્ટ પર 60 નવા સ્પીડ કેમેરા લગાવવાની યોજના બનાવી રહી છે.
આ પગલાથી ઓવર સ્પીડિંગને કારણે થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે.
આ કેમેરા ક્યાં બેસાડવા તે જગ્યાઓ ટ્રાફિક પોલીસે નક્કી કરી લીધી છે. અધિકાંશ કેમેરા જ્યાં વધુ અકસ્માત થાય છે ત્યાં અથવા ઓવર-સ્પીડિંગ કે બાઈક રેસિંગ થતી હોય તેવી જગ્યાએ બેસાડાશે
ટ્રાફિક પોલીસનું કહેવું છે કે વાહનચાલકો ને ખબર હોય છે કે ક્યાં સ્પીડ કૅમેરા બેસાડ્યા છે. આથી ત્યાં તેઓ ધીમા પડી જાય છે, પરંતુ કેમેરા ની સીમા વટાવ્યા બાદ કરી પૂરજોશમાં વાહન ચલાવવા લાગે છે. તેથી હવે આ નવા કેમેરા ક્યાં બેસાડાશે તે જાહેર કરવામાં આવશે નહીં અને એ રીતે ઓવર સ્પીડિંગ પર નજર રાખવામાં આવશે
ઉલ્લેખનીય છે કે હાલમાં જે.જે.લાયઓવર, મરીન ડ્રાઈવ, ઈસ્ટર્ન-વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ફ્રી વે અને બાંદરા-વરલી સી લિંક જેવા સ્થળોએ મળી શહેરમાં કુલ 80 સ્પીડ કેમેરા ગોઠવાયા છે. સાથે જ શહેરમાં કુલ ૫૪૦૦ સર્વેલન્સ કેમેરા છે.