News Continuous Bureau | Mumbai
મુંબઈમાં નાળાસફાઈ(Mumbai Drain cleaning work)નો દાવો પાલિકા (BMC)પ્રશાસન કરતી હોય છે, છતાં ચોમાસામાં થોડા વરસાદમાં મુંબઈ(Mumbai flood)માં પાણી ભરાઈ જતા હોય છે. નાળા સફાઈના કામને લઈને પાલિકાની ભારે ટીકા થતી હોય છે. તેથી પાલિકાએ નાળા સફાઈના કામમાં પારદર્શકતા લાવવા માટે રોજની નાળા સફાઈના કામની માહિતી સામાન્ય મુંબઈગરા માટે જાહેર કરવાની છે.
પાલિકાની વેબસાઈટ પર તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરની મદદથી સામાન્ય નાગરિકો મોબાઈલ પરથી પોતાના વિસ્તારમાં કેટલી નાળા સફાઈ થઈ છે, નાળાંમાથી કેટલો કચરો સાફ કર્યો છે એ તમામ માહિતી મેળવી શકશે. https://swd.mcgm.gov.in/wms2022 આ લિંક પર કલીક કરવાની તમામ માહિતી મળશે.
આ સમાચાર પણ વાંચો : રેલવે યાત્રીઓ માટે મોટા સમાચાર, પશ્ચિમ રેલવેમાં રવિવારે વાણગાંવ-દહાણુ રોડ વચ્ચે મેજર બ્લોક, મુંબઈ-અમદાવાદ સહિત ઉત્તર ભારત ટ્રેનોને થશે મોટી અસર. જાણો વિગતે.
દર વર્ષે પાલિકા (BMC) નાળા સફાઈ પાછળ કરોડ રૂપિયા ખર્ચે છે. છતાં મુંબઈગરા ચોમાસામાં બેહાલ થાય છે. તેથી હવે પાલિકાએ નાળા સફાઈ ની તમામ માહિતી વેબસાઈટ પર મુકવાની છે. તેની લિંક પાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ લિંક પર ક્લિક કરીને નાગરિક પોતાના વોર્ડની માહિતી મેળવી શકશે. વેબસાઈટ પર નાળાની તમામ માહિતી ફોટો અને વિડિયો સહિત હશે.