ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
કોરોનાની ગંભીર બીજી લહેર બાદ હવે મુંબઈમાં કોરોનાના કેસ ઘટ્યા જરૂર છે, પરંતુ ઉત્તર મુંબઈ હજી પણ સૌથી વધુ પ્રભાવિત છે. ગોરેગામથી દહિસરમાં ૩૦ જૂનના આંકડા પ્રમાણે કુલ ૨,૫૯૪ ઍક્ટિવ કેસ હતા, તો BMCની હદમાં આવતા તમામ વિસ્તારોમાં કુલ ૮,૩૫૧ સક્રિય હતા.
BMCએ ૩૦ જૂને આપેલા આંકડા મુજબ દહિસરમાં ૩૦૭, બોરીવલીમાં ૬૬૫, કાંદિવલીમાં ૫૪૫ અને મલાડમાં ૫૩૪ સક્રિય કેસ હતા. આ આંકડા મુજબ મુંબઈના ૩૦ ટકા કેસ માત્ર મુંબઈના આ પાંચ પરાંમાં છે. જોકેતેના અગાઉના અઠવાડિયામાં આ કેસ લગભગ બમણા હતા, પરંતુ ઘટાડો થયો હોવા છતાં પણ આ પરાં હજી પણ સૌથી વધુ પ્રભાવિત છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિકોઓએ અનેક વાર ફરિયાદ કરી છે કે લોકો બેફિકર થઈ કોરોનાના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે. ફેરિયાઓ ઉપરાંત લોકો પણ જરૂરી પ્રિકોશન લેતા નથી. BMCના એક ઉચ્ચ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “જે વૉર્ડમાં વધુ કેસ આવે છે, ત્યાં અમે મૉનિટરિંગ કરી રહ્યા છીએ અને રસીકરણને પણ વેગ આપી રહ્યા છીએ.