ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ આ આદેશ જાહેર કરીને કોરોના ના સમયગાળા દરમિયાન રેલવેનો માસિક પાસ શી રીતે મેળવવો તે માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ જણાવી દીધું છે કે પાસ ક્યાં અને કઈ રીતે પડશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે ૧૫મી ઓગસ્ટથી બે ડોઝ લીધેલા લોકોને ટ્રેન માં પ્રવેશ આપવામાં આવશે.
મહાનગરપાલિકાની નિયમાવલી નીચે મુજબ છે
૧. જે વ્યક્તિઓ એ ટેક્સીના બે ડોઝ લઈ લીધા હોય, તેમજ આ બન્ને ડોઝ લીધા પછી ૧૪ દિવસનો સમય ગાળો પતિ ગયો હોય તેણે વેક્સિનેશન સર્ટિફિકેટ અને ફોટો આઈડી સાથે રેલ્વે હેલ્પ ડેસ્ક વિન્ડો પર જવાનું રહેશે.
૨. જે લોકો સરકારી આદેશ મુજબ પાત્ર હશે તેમને 15 ઓગસ્ટથી ટ્રેનમાં પ્રવેશ માટે પાસ મળી શકશે.
૩. આ પ્રક્રિયા માટે 358 હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવી છે જે 53 રેલવે સ્ટેશન પર મોજુદ છે.
૪. આ હેલ્પ ડેસ્ક કુલ ૧૦૯ સ્ટેશન પર ઉપલબ્ધ છે.
૫. ૧૧મી ઓગસ્ટ એટલે કે બુધવારના દિવસ થી સવારે 7:00 થી શરૂ કરીને 11 વાગ્યા સુધી આ વિન્ડો કામ કરશે.
૬. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના ઘરથી સૌથી નજીક રહેલા રેલવે સ્ટેશન પાસે પહોંચી જાય તેમજ વગર કારણે ગિરદી ન કરે.
૭. જે વ્યક્તિ ખોટું આઇડી કાર્ડ બતાવશે તેની ઉપર તત્કાળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
૮. આ હેલ્પ ડેસ્ક મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.
૯. જે વ્યક્તિઓ ટ્રાવેલિંગ કરવા માટે અધિકૃત હશે તેમના ડોક્યુમેન્ટ ઉપર રબર સ્ટેમ્પ મારવામાં આવશે.
૧૦. આ રબર સ્ટેમ્પ સાથે જ્યારે વ્યક્તિ ટિકિટ ખરીદવાના કાઉન્ટર પર જશે ત્યારે તેને માસિક પાસ આપવામાં આવશે.
૧૧. આ આખી પ્રક્રિયા સરળ રીતે પાર પડે તે માટે નોડલ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે.
આમ 15 ઓગસ્ટના દિવસથી રેલવે પ્રવાસ માટે ઓફલાઈન વ્યવસ્થા શરૂ થઈ છે.
મુંબઈ મનપાની વોર્ડ ઓફિસ સહિત આટલા રેલવે સ્ટેશન પર મળશે ક્યુઆર કોર્ડ માટેનો પાસ જાણો વિગત.