ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન 2021
સોમવાર
મુંબઈમાં પહેલાં વરસાદમાં જ ઇમારત તૂટી પડતાં એકનો ભોગ લેવાયો છે. બાંદરા (પૂર્વ)માં રવિવારે મધરાતે એક ઇમારતનો અમુક હિસ્સો તૂટી પડતાં એકનું મોત થયું હતું. ચાર જણ જખમી થયા હતા, તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બાંદરાના બહેરામપાડામાં ખેરવાડી રોડ પર રઝાક ચાલમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની ઇમારત છે. રવિવારે મધરાતના 1.45 વાગ્યે એનો અમુક હિસ્સો તૂટીને બાજુમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળાના મકાન પર પડ્યો હતો. એના કાટમાળ હેઠળ અનેક લોકો ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી. બચાવકામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ મોડી રાત હોવાથી મોટા ભાગના લોકો ઊંઘમાં હતા. ફાયરબ્રિગેડ પહોંચે એ પહેલાં લોકલ પબ્લિક મદદ માટે દોડી ગઈ હતી. કાટમાળ હેઠળ અનેક લોકો ફસાયા હતા. ફાયરબ્રિગેડે 11 લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢ્યા હતા. એ અગાઉ લોકલ પબ્લિકે 6 લોકોને કાટમાટ હેઠળથી બહાર કાઢ્યા હતા.
જખમીઓને તુરંત બાંદરાની ભાભા હૉસ્પિટલ અને વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 28 વર્ષના રિયાઝ અહેમદને હૉસ્પિટલમાં દાખલ કરતાં સમયે ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. બાકી લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એમાં મામૂલી ઈજા પહોંચી હતી, તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
ત્રીજી લહેર માટે મહાનગરપાલિકાની જોરદાર તૈયારી 300 બાળકોના ડોકટરોની ટ્રેનિંગ પતી. જાણો વિગત …
અહીં ઉલ્લેખનયી છે કે દર વર્ષે મુંબઈ મનપા જોખમી ઇમારતનો સર્વે કરીને એને ખાલી કરવાનો અથવા સમારકામ કરવાની નોટિસ આપતી હોય છે, પરંતુ મોટા ભાગની ઇમારતના રહેવાસીઓ એની તરફ દુર્લક્ષ કરતા હોય છે અને વરસાદ પડવાની સાથે જ જોખમી ઇમારત તૂટી પડવાના બનાવ બને છે.