ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
મુંબઈમાં કાંદિવલી પૂર્વમાંથી વધુ એક બોગસ રસીકરણ અભિયાન સામે આવ્યું છે. એ સંબંધની ફરિયાદ છેક હવે સમતાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ રસીકરણ અભિયાન પણ એ જ ગૅન્ગ દ્વારા આયોજિત કરાયું હતું, જેમણે કાંદિવલી વેસ્ટની હીરાનંદાની સોસાયટીમાં આ કૌભાંડ કર્યું હતું. હવે આ કેસ સાથે મુંબઈમાં કુલ બોગસ રસીકરણના નવ કેસ નોંધાઈ ચૂક્યા છે.
આ અભિયાન ૨૩, ૨૪ અને ૨૮ એપ્રિલના રોજ ઇન્ટરકોન્ટિનેન્ટલ ડાયમંડ એલએલપી કંપનીમાં યોજાયું હતું, જ્યાં સ્ટાફના ૫૮૦ અને તેમના ૨૩ પરિવારજનોને રસી આપવામાં આવી હતી. જોકેઆ અભિયાન માટે પાલિકાની પરવાનગી લેવાઈ હતી કે નહિ એ અંગે હવે પોલીસે તપાસ હાથ ધરી છે. બે મહિના સુધી કોઈને સર્ટિફિકેટ ન મળ્યું હોવાથી હવે કંપનીના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી છે.
કાંદિવલીમાં ઍન્ટિજેન ટેસ્ટના બહાને એક આરોપી પોલીસના તાબામાંથી એકદમ ફિલ્મી રીતે છૂ થઈ ગયો, જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે આ કિસ્સો પ્રકાશમાં આવતાં જણાયું છે કે આરોપીઓ દ્વારા કરાયેલી આ સૌથી મોટી છેતરપિંડી છે. અગાઉ મનાતું હતું કે સૌથી વધુ બનાવટી રસી બોરીવલીની શૅર કંપનીમાં આપવામાં આવી હતી. આ કંપનીમાં ૫૧૪ લોકોનું રસીકરણ કરાયું હતું.