ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈમાં કોરાનાની બીજી લહેર પર સંપૂર્ણપણે નિયંત્રણ આવી ગયું છે. દર્દીઓ વધવાનો દૈનિક સરેરાશ દર પણ 0.04 ટકા જેટલો નીચે આવ્ય છે, તો ઘરમાં જ સારવાર લેનારાઓની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થયો છે. ચાર મહિના પહેલાં સવા લાખ નાગરિક હોમ ક્વૉર્ન્ટાઇન હતા. હવે મુંબઈમાં માત્ર 49,136 લોકો હોમ ક્વૉર્ન્ટાઇન છે.
ફેબ્રુઆરીથી મુંબઈમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો હતો. દર્દીઓની સંખ્યામાં ઝડપભેર વધી રહી હતી. હોમ ક્વૉર્ન્ટાઇન લોકોની સંખ્યા 96,000 પર પહોંચી ગઈ હતી. એપ્રિલમાં ઍક્ટિવ કેસની સંખ્યા પણ 92,000 પર પહોંચી ગઈ હતી. હૉસ્પિટલમાં પલંગ પણ મળતા નહોતા. એથી 31 માર્ચ સુધી 4 લાખ 87 હજાર નાગરિકો હોમ ક્વૉર્ન્ટાઇન હતા, તો 10 એપ્રિલના આ સંખ્યા 6 લાખ 27 હજાર પર પહોંચી ગઈ હતી.
પોતાના ખર્ચે પોતાના આંગણામાં સુશોભીકરણ માટે પણ હવે ફી, મુંબઈ મહાનગરપાલિકાનો તઘલગી નિર્ણય; જાણો વિગત
દર્દીઓ વધવાની સાથે 23 એપ્રિલથી નિયંત્રણો પણ આકરા થયા હતા. પાલિકાએ પણ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હતી. એથી દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી 7,12,723 દર્દીઓ મળી આવ્યા હતા. એમાંથી 7,12,723 દર્દીઓ કોરોના મુક્ત થઈ ગયા છે. હાલ 4,616 દર્દી ઍક્ટિવ છે, તો અત્યાર સુધીમાં 79,30,943 લોકો હોમ ક્વૉર્ન્ટાઇનનો સમયગાળો પૂરો કરી ચૂક્યા છે.