ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓગસ્ટ, 2021
શુક્રવાર
દેશના અત્યંત વ્યસ્ત ગણાતા મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટના રનવે પરથી પેટ્રોલ ભરેલી બોટલ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.
સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના ગણાતા મુંબઈ ઍરપૉર્ટની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF) સંભાળે છે. બુધવારના મોડી રાતના CISFના સિક્યૉરિટી ઑફિસર ઍરપૉર્ટના રનવે પરિસરની તપાસ કરી રહ્યા હતા, એ દરમિયાન રનવે પરિસરમાં બાઉન્ડરી પરિસરમાં કોઈ અસામાજિક તત્ત્વ દ્વારા પેટ્રોલ ભરેલી બોટલ ફેંકવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. અધિકારીએ કન્ટ્રોલરૂમને જાણ કરીને સિક્યૉરિટીને એલર્ટ કરી હતી.
મુંબઈમાં હવે ઓનલાઇન વેરિફિકેશન દ્વારા રેલવે પાસ ખરીદી શકાશે. કઈ રીતે? જાણો અહીં.
તાત્કાલિક બૉમ્બ ડિટેક્શનની ટીમ આવી પહોંચી હતી. તેણે પેટ્રોલ ભરેલી બોટલને ડિસ્પોઝ કરી હતી. આ દરમિયાન જોકે ફ્લાઇટોના શેડ્યુલને કોઈ અસર થઈ નહોતી. આ બનાવ બાદ સ્થાનિક પોલીસે તુરંત ઍરપૉર્ટની આજુબાજુના પરિસરમાં આવેલી ઝૂંપડપટ્ટી પરિસરમાં તપાસ ચાલુ કરી દીધી હતી. જોકે કંઈ હાથમાં લાગ્યું નહોતું.