ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,૨ જૂન ૨૦૨૧
બુધવાર
દેશમાં બાળકોના અપહરણ અને તમની સામે વધતી ગુનાખોરી નાગરિકો માટે એક મોટી સમસ્યા છે, જ્યારે બીજી તરફ પોલીસ માટે પણ આ ગુનાખોરી ડામવી એક અત્યંત મોટો પડકાર છે. ૨૦૧૯ના આંકડા મુજબ દેશમાં ૬૦ હજાર બાળકો એક વર્ષમાં ગુમ થયાં હતાં.
હવે મુંબઈ પોલીસે ગુમ થયેલાં બાળકોને શોધવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. મુંબઇ પોલીસે 18 વર્ષથી ઓછી ઉંમરનાં ગુમ અને અપહરણ કરાયેલાં બાળકોની શોધ માટે 'ઑપરેશન મુસ્કાન 10' શરૂ કર્યું છે. આ કામગીરી જૂનમાં હાથ ધરવામાં આવશે. શહેરમાં દરરોજ ગુમ અને અપહરણ થયેલાં બાળકોના કેસ નોંધવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ બાળકો ભીખ માગતાં અને મજૂરીકામ કરતાં જોવા મળે છે. આવાં બાળકોની શોધ કરવા અને તેમને તેમના ઘરે પરત મોકલવા માટે પોલીસે આ મહિનામાં શહેરમાં ઑપરેશન મુસ્કાન ફરી શરૂ કરશે.
રસ્તા પર ફરી ભીડ જોતાં રાજ્યના મુખ્યપ્રધાન ભડક્યા; આપી આ ચેતવણી, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ માટે પોલીસે નાગરિકોને મદદની અપીલ કરી છે. જો કોઈ બાળક ભીખ માગતું, બાળમજૂરી કરતું અથવા બેદરકારીથી ભટકતું જોવા મળે તો પોલીસે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા 100 નંબર પર સંપર્ક કરવાની અપીલ નાગરિકોને કરી છે.