ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારે રવિવારે રાજ્યમાં લદાયેલા લૉકડાઉનને 15 જૂન સુધી વધારવાની જાહેરાત કરી હતી અને કેસ ઓછા થયા હોય એવા જિલ્લાઓમાં લૉકડાઉનના નિયમો હળવા કરવાની પરવાનગી સ્થાનિક પ્રશાસનને આપી હતી. જોકેબીજા દિવસે ભીડ જોઈને મુખ્ય પ્રધાને નારાજગી વ્યક્ત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો મુંબઈમાં આવી જ ભીડ થશે તો પ્રતિબંધો કડક કરવા પડશે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગઈકાલે બાન્દ્રામાં બે મેટ્રો લાઇનોના ટ્રાયલ રન અને એલિવેટેડ રોડના ભૂમિપૂજનના પ્રસંગે બોલી રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે “મુંબઈમાં વાહનોની લાંબી કતાર જોઈને મને આશ્ચર્ય થયું. ગઈ કાલે મેં કરેલું ભાષણ તપાસો. મેં કહ્યું નથી કે પ્રતિબંધો હટાવવામાં આવશે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો મુંબઈમાં કડક પ્રતિબંધો લાદવા પડશે.”
અરે બાપરે! પ્રતિબંધો હળવા થતાં જ દહિસર ચેકનાકા પર ભારે ટ્રાફિક જામ; જુઓ તસવીરો
ઉલ્લેખનીય છે કે આજે દહિસર ચેકનાકા પાસે 3 કલાક કરતાં વધુ લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જે બતાવે છે કે ઘરે બેસીને કંટાળેલા મુંબઈવાસીઓ હવે ફરી એક વખત પોતાના કામધંધે પરત ફર્યા છે. મોંઘવારી વધતાં હવે ઘરે બેસી રહેવું મુંબઈગરાને પરવડે એમ નથી.