ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
ભારતીય રેલ્વેએ મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસ વિશેષ ટ્રેનમાં વિસ્તાડોમ કોચની સુવિધા શરૂ કરી છે. વિસ્તાડોમ કોચ લક્ઝરી સુવિધાઓ અને અનન્ય ટ્રેન પ્રવાસનો અનુભવ આપવા માટે જાણીતા છે. રેલ્વેના જણાવ્યા અનુસાર, પૂણે-મુંબઇ ડેક્કન એક્સપ્રેસમાં પ્રથમ વખત વિસ્તાડોમ કોચ લગાવવામાં આવ્યા છે. વિસ્તાડોમ કોચની પારદર્શક છત અને વિશાળ બારીઓ ચોમાસાની ઋતુમાં સુવિધાની સાથે સાથે પ્રકૃતિના અદભૂત નજારોથી મુસાફરોના પ્રવાસને રોમાંચક બનાવે છે.
મુંબઇ-પુણે રૂટ પર વિસ્તાડોમ કોચની સુવિધાથી ખીણ, નદી, ધોધનો સુંદર અને જોવાલાયક કુદરતી નજારો જોઈ શકાય છે. વિસ્તાડોમ કોચમાં પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, વાઇ-ફાઇ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોરની સુવિધા પણ છે. આ સિવાય વિસ્તાડોમ કોચમાં શૌચાલયો પણ આધુનિક સ્ટાઇલથી બનેલા છે.
મુંબઈ અને પુણે રૂટ પર પ્રથમ વખત દોડી સૌંદર્ય દર્શન કરાવતી કાચની ટ્રેન, જુઓ વિડિયો અને આલ્હાદાયક પ્રકૃતિ દ્રશ્ય #IndianRailways #mumbai #pune #MumbaiPuneDeccanExpress #VistadomeCoach @PiyushGoyal pic.twitter.com/2PpWppcttT
— news continuous (@NewsContinuous) June 28, 2021