ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧
ગુરુવાર
મુંબઈ શહેરની નજીક આવેલા નવી મુંબઈમાં આજે કંઈક નવાજૂની થાય તેવું લાગી રહ્યું છે. ભૂમિપુત્રો એટલે કે કોળી અને આગરી સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ભેગા મળીને આંદોલનના માર્ગે અગ્રેસર થવાના છે. તેમનું કહેવું છે કે નવી મુંબઈના એરપોર્ટને બાળાસાહેબ ઠાકરે નું નામ નહીં આપતા તેના સ્થાને સ્થાનિક આગેવાન ડી બી પાટીલ નું નામ આપવામાં આવે. આ માટે કોળી અને આગરી સમાજના કાર્યકર્તાઓ cidco ના કાર્યાલયનો ઘેરાવ કરવાના છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની શરદ પવારને લપડાક, શરદ પવારના આ નિર્ણયને પલટી નાખ્યો અને એ પણ પૂછ્યા વિના
શિવસેના પહેલાં જ જાહેર કરી ચૂકી છે કે નવી મુંબઈના એરપોર્ટને બાળાસાહેબ ઠાકરે નું નામ આપવામાં આવશે. હવે આ સંદર્ભે સ્થાનિક ભૂમિપુત્રો એટલે કે કોળી અને આગરી લોકોએ આંદોલનનો રસ્તો પકડ્યો છે. એવી શક્યતા વરસાવવામાં આવી રહી છે કે આજે શિવસૈનિક અને સ્થાનિક ભૂમિપુત્રો વચ્ચે રસ્તા પર છૂટાહાથની થઈ જાય. આવા પ્રસંગે કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન થાય અને આંદોલન સમુસુતરું પતી જાય તે હેતુથી પોલીસ વિભાગે નવી મુંબઇ જનાર તમામ રસ્તા પર જોરદાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. અનેક રસ્તા પર બેરીકેડ લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અલગ અલગ જગ્યાએ તહેનાત છે.