ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
ઉપગનર અને શહેરને જોડનારા સાયન પુલનું ફરી એક વખત મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને સમારકામ હાથમાં લીધું છે. શનિવાર, આવતી કાલથી સાયન પુલનું સમારકામ ચાલુ થવાનું છે, તેથી દર શનિવાર સાંજથી સોમવાર સવાર સુધી વાહનવ્યવહાર માટે આ પુલ બંધ રહેશે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ દર શનિવારે સાંજે પાંચ વાગ્યાથી સોમવાર વહેલી સવાર સુધી સાયન બ્રિજ ટ્રાફિક માટે બંધ રહેશે. આ સમારકામ લગભગ ત્રણ મહિના ચાલવાનું છે. તેથી આ બ્રિજ પરના ટ્રાફિકને સાંજથી સોમવાર સવાર સુધી અન્ય માર્ગે વાળવામાં આવશે.
વાહ!! પર્યટકોને આ તારીખથી ડબલ ડેકર ઓપન બેસ્ટ બસમાં જોવા મળશે મુંબઈનો નજારો; જાણો વિગત
પાંચ ફેબ્રુઆરીથી 11 એપ્રિલ દરમિયાન દર શનિવારથી સોમવાર સવારના છ વાગ્યા સુધી આ કામ ચાલવાનું છે. તેથી ટ્રાફિકને આ સમયગાળા દરમિયાન ડાયવર્ટ કરવામાં આવશે, જેમાં ડો. બી.એ.રોડના ઉત્તર તરફથી આ ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવશે. દક્ષિણ તરફથી આવતા ભારે વાહનોને અરોરો જંકશનથી જમણી તરફ વાળીને આગળથી વડાલા પુલ પાસે જમણી તરફ વાળીને આહુજા પુલ પાસે વાળવામાં આવશે.
અરોરા જંકશન પાસે આવનારા ભારે વાહનો આદેશ આવે ત્યાં સુધી જમણી તરફથી જ જવાનું રહેશે. દક્ષિણ મુંબઈથી બીપીટી રોડથી આવનારા વાહનો શિવડી લિંક રોડથી આહુજા પુલ તરફ વળશે.