ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
વહેલી સવારે રોમાનિયાના બુખારેસ્ટ થી મુંબઈ એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે કેન્દ્રીય રેલવે, કોલસા અને ખાણ રાજ્યપ્રધાન રાવસાહેબ પાટીલ દાનવે સીધા મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા હતા. તેમ જ દેશના જુદા જુદા રાજ્યોના આ વિદ્યાર્થીઓ માટે મુંબઈ એરપોર્ટ પર ચાલુ કરવામાં આવેલા રેલવે કાઉન્ટર બાબતે તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ કર્યું હતું.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ ચરમસીમાએ પહોંચેલું છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવા ભારત સરકારે “ઓપરેશન ગંગા” હાથ ધર્યુ છે, જે હેઠળ યુક્રેનની અન્ય દેશોની સીમામાં ગયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
કોઈ તકલીફ છે, હેરાન કરે છે? તો કરો સીધો સંપર્ક મુંબઈના પોલીસ કમિશનરને, શહેરના નવનિયુક્ત કમિશનરે મુંબઈગરાને પત્ર લખી આપ્યો પોતાનો મોબાઈલ નંબર… જાણો વિગત
આજે વહેલી સવારના ત્રણ વાગે રોમાનિયાના બુખારેસ્ટ ભારતીય વિદ્યાર્થીઓ મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. ત્યારે રાવસાહેબ દાનવેએ તેમનું સ્વાગત કર્યુ હતું અને તેમના પ્રવાસના અનુભવ જાણ્યા હતા. તેમ જ તેમણે એરપોર્ટ પર ઊભા કરવામાં આવેલા રેલવે કાઉન્ટર બાબતે આ લોકોને માહિતી પણ આપી હતી.
મુંબઈ એરપોર્ટ પર યુક્રેનથી આવનારા આ વિદ્યાર્થીઓ અને નાગરિકો તેમના શહેરમાં પાછા ફરી શકે તે માટે ટ્રેનથી છોડવા રેલવે દ્વારા ખાસ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર જ વિદ્યાર્થીઓને ટ્રેનની ટિકિટ આપીને તેમને ઘરે પહોંચાડવાની મદદ કરવામાં આવી હતી.