News Continuous Bureau | Mumbai
એક તરફ મુંબઈ મહાનગરપાલિકા(BMC Election)ની ચૂંટણી માટે તમામ વોર્ડ(Ward)ની બાઉન્ડ્રી લાઈન(Boundry line) ઉદ્ધવ સરકાર(Uddhav govt)) દ્વારા બદલવામાં આવી હતી ત્યારે બીજી તરફ હવે શિંદે સરકાર(Shinde govt) દ્વારા ઉદ્ધવ સરકારના નિર્ણયને ફેરવી નાખવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર કેબિનેટ(Maharashtra cabinet)ની આજે બેઠક મળી હતી જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના 227 વોર્ડ વધીને 236 નહીં થાય એટલે કે કુલ વોર્ડો ની સંખ્યા માત્ર 227 રહેશે. આ ઉપરાંત ઉદ્ધવ સરકારે તમામ વોર્ડની બાઉન્ડ્રી લાઈન બદલી હતી. આ સંદર્ભે મોટો નિર્ણય લેવાયો છે કે આ બાઉન્ડ્રી લાઈનને રદ કરવામાં આવી છે અને દરેક વોર્ડની જૂની બાઉન્ડ્રી લાઈન જ યથાવત રહેશે.
આ સમાચાર પણ વાંચો : હવે જો ફેરિયાઓની મદદ કરી છે તો ખબરદાર-મુંબઈના આ વોર્ડમાં દુકાનદારો પર પણ કાર્યવાહી થશે
આમ બી. એમ. સી. ની ચૂંટણી પહેલા મોટા નિર્ણયો લેવાયા છે.