ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
થાણે મહાનગરપાલિકામાં હપ્તાખોરી વધી ગઈ છે, તેમ જ જુદાં-જુદાં સંગઠનોને કારણે ફેરિયાઓ પણ વધી ગયા છે એવો આરોપ થાણેના તમામ પક્ષના નગરસેવકોએ કર્યો હતો. થાણેમાં ગેરકાયદે બેસતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવા ગયેલા થાણેના આસિસ્ટન્ટ કમિશનર પર ફેરિયાઓએ હુમલો કર્યો હતો. એમાં મહિલા અધિકારી કલ્પિતા પિંપળેની બે આંગળી કપાઈ ગઈ હતી.
આ પ્રકરણ બાદ સોમવારે થાણે પાલિકાની સામાન્ય સભામાં નગરસેવકોએ થાણે પાલિકા પ્રશાસનના ભ્રષ્ટાચારી કારભારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. પાલિકા પ્રશાસનમાં હપ્તાખોરી અને ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હોવાથી ફેરિયાઓની દાદાગીરી વધી ગઈ હોવાનો આરોપ પણ નગરસેવકોએ કર્યો હતો. ફેરિયાઓની બનેલી સમિતિને પણ બરખાસ્ત કરવાની માગણી નગરસેવકોએ કરી હતી.
અરે વાહ! મુંબઈની ફૂટપાથ બનશે ચકાચક, મુંબઈ મનપા ખર્ચશે આટલા કરોડ રૂપિયા; જાણો વિગત
શહેરની ફૂટપાથ પર ગેરકાયદે અડિંગો જમાવી બેસેલા ફેરિયાઓને હટાવાની માગણી નગરસેવકોએ કરી હતી. આ દરમિયાન ફેરિયાઓ પાસેથી 500 રૂપિયાનો હપ્તો વસૂલમાં આવતો હોવાનો આરોપ પણ નગરસેવકો દ્વારા કરવામાં આવ્યો હતો.