ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
પાર્કિંગ મુંબઈવાસીઓમાં માટે ખૂબ જ મોટી સમસ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં પાર્કિંગ માટે ગેરકાયદે પૈસા વસૂલવામાં આવે છે. ઘણી જગ્યાએ પાર્કિંગની પરવાનગી ન હોવા છતાં પાર્કિંગ લૉટ બનાવવામાં આવે છે અને છડેચોક લોકો પાસેથી પાર્કિંગ માટે પૈસા વસૂલવામાં આવે છે. આ કૌભાંડને અટકાવવા પાલિકા ૨૦૧૯-૨૦ દરમિયાન યોજના બનાવી રહી હતી, પરંતુ મહામારીને કારણે આ કામ રખડી પડ્યું હતું.
હવે મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ મુંબઈ પાર્કિંગ ઑથૉરિટી (MPA)ની રચનાને મંજૂરી આપી છે. રવિવારે એક નિવેદન બહાર પાડી આ માહિતી આપી હતી. યશવંત જાધવની અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિએ આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. BMCએ બહાર પડેલા નિવેદનમાં કહ્યું હતું કે “મુંબઈમાં પાર્કિંગની સમસ્યા દિવસેને દિવસે વધુ વિકટ બની રહી છે. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે, જાહેર સ્થળોએ અનુકૂળ, સલામત અને પોસાય એવી પાર્કિંગની વ્યવસ્થા યોગ્ય રીતે કરવી જરૂરી છે."
ભૂતપૂર્વ IAS અધિકારી રામનાથ ઝાને આ પ્રક્રિયાના સલાહકાર તરીકે નિમાયા છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાતોની સેવાઓ સરળ બનાવશે. અધિકારીની સ્થાપના માટે BMCના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ)ની નિમણૂક પાર્કિંગ કમિશનર તરીકે કરવામાં આવી છે. આ કાર્ય માટે પાલિકાએ નિષ્ણાતોની એક પૅનલ બનાવી છે. જે પાર્કિંગ ઑથૉરિટીની રચનાના કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરી અને શહેરના તમામ 24 વૉર્ડમાં પાર્કિંગ માટે યોજના બનાવશે.
જમણી બાજુ અને ડાબી બાજુ કઈ એ કોણ નક્કી કરશે? ભારે કન્ફ્યુઝન અને બધું જ અધ્ધરતાલ
ઉલ્લેખનીય છે કે 2021ના મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બજેટમાં રસ્તા અને ટ્રાફિક વિભાગ માટે રૂ. 1,600 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જેનો ઉપયોગ MPA કરશે.