ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે વધુ લોકલ સેવા, સ્વતંત્ર એક્સપ્રેસ માર્ગ તૈયાર કરવા માટે મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધી 30.19 કિ.મી લંબાઇના છઠ્ઠા રૂટનું કામ ચાલુ છે.
પ્રવાસીઓની વધતી ભીડને વિભાજિત કરવા માટે મુંબઈ રેલ્વે વિકાસ કોર્પોરેશનના મુંબઈનગરી પરિવહન પ્રોજેક્ટ 2માં મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધીના છઠ્ઠા રૂટ માટે 2008માં પરવાનગી આપવામાં આવી હતી.
મુંબઈમાં પ્રથમ વખત બનશે બેબી પાર્ક. કેવું હશે સ્વરૂપ? જાણો અહીં.
હાલમાં આ પ્રોજેક્ટના બધા જ મૂળભૂત કામ 36% પૂરા થઈ ગયા છે. જેના માટે કુલ ખર્ચમાંથી ૪૮ ટકા ખર્ચ થઈ ગયો છે. આ સંપૂર્ણ માર્ગ તૈયાર કરવા માટે પશ્ચિમ રેલવેએ માર્ચ 2023નો ટાર્ગેટ રાખ્યો છે.
છઠ્ઠા રૂટના પ્રોજેક્ટ સંબંધિત વિવિધ કામોના ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. પુલનું કામ, સંરક્ષક ભીંત બાંધવાનું કામ હાથ ધરાયું છે, પરંતુ અનેક કામોને મહાપાલિકા, જિલ્લા અધિકારી કાર્યાલયોની પરવાનગી મળવાની બાકી હોવાથી આ કામ મંદ પડી ગયા છે. તે સિવાય જમીન હસ્તાંતરણ, વૃક્ષો તોડવાનું અને જર્જરિત રાહદારી પુલ પાડવાના કામોને ગતિ મળી છે. રૂટ તૈયાર કરવા માટે વિદ્યુત થાંભલા, ઓવરહેડ વાયર નાખવાના કામ હજી શરૂ થયા નથી. આ માહિતી રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી.