ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન 2021
શુક્રવાર
કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં અનેક હોસ્પિટલ અને ક્લિનિક રેસિડેન્સીયલ વિસ્તારમાં છે. જોવાની વાત એ છે કે અહીં અનેક રહેઠાણના બંગલામાં હવે નાની હોસ્પિટલો ખુલી ગઈ છે. આ હોસ્પિટલો બે કે ત્રણ બેડની અથવા વધુમાં વધુ પાંચ બેડની હોય છે. તેમજ અહીં લોકો નો ઉપચાર કરવામાં આવે છે. અમુક હોસ્પિટલ હવે પોતાનો કારોબાર વધારી રહી છે અને ફ્લેટ તેમજ ક્લિનિક ની બાજુ ના બીજા બંગલાઓ ખરીદીને મોટી હોસ્પિટલ બાંધવામાં આવી રહી છે. આ હોસ્પિટલ બાંધતી વખતે તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. અમુક હોસ્પિટલ ની પરિસ્થિતિ એવી છે કે જો આગ લાગે તો દર્દીને બચવામાં પણ તકલીફ પડી શકે તેમ છે.
મોટા સમાચાર : કાંદિવલીની સોસાયટીના રહેવાસીઓને એક્સપાયર થયેલી વેક્સિન મળી હતી?
આવી જ એક હોસ્પિટલનું નામ શિવમ હોસ્પિટલ છે. જેમણે ગેરકાયદેસર વેક્સિનેશન કર્યું હતું. હવે સવાલ એ છે કે મુંબઈ મહાનગરપાલિકા આવી તમામ હોસ્પિટલ પર પગલાં લે છે કે કેમ.