ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને કારણે હાલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેનું નેતૃત્વ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ જાતે કરી રહ્યા છે. તેઓ શહેરના વિવિધ ભાગોમાં આંદોલન કરી રહ્યા છે. દરમિયાન મુંબઈના રસ્તા પર પોલીસ સાથે તેમની ઝડપ થઈ હતી.
આવા જ એક વિરોધ પ્રદર્શન દરમિયાન ગોરેગામમાં કોરોનાના નિયમ ભંગ થતા મુંબઈ પોલીસે તેમને અટકાવ્યા હતા. તે જ સમયે પાર્ટીના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ તમામ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ મામલે પોલીસે ભાઈ જગતાપ અને તેમના ૫૦ કાર્યકર્તા વિરુદ્ધ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર ગુનો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હોવા છતા પોલીસ કોંગ્રેસ પાર્ટીના નેતાઓની ઈજ્જત નથી રાખી રહી.
કોંગ્રેસ પાર્ટીના આ નેતાનો મુંબઈના રસ્તા પર પોલીસ સાથે પંગો થયો; જુઓ વિડિયો#Mumbai #congress #protest #fuelpricehike @BhaiJagtap1 pic.twitter.com/1TmBYPQMBx
— news continuous (@NewsContinuous) June 14, 2021