ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
બેસ્ટની બસમાં પ્રવાસ કરનારા લાખો મુંબઈગરાને હવે બસની ટિકિટ લેવા છૂટ્ટા પૈસા આપવાની મગજમારીથી છૂટકારો મળવાનો છે. બેસ્ટની બસનો પ્રવાસ હવે ટિકિટ લેસ થવાનો છે.
બેસ્ટ ઉપક્રમે “ચલો એપ”ને લોન્ચ કરી છે, તેને કારણે હવે પેપરને બદલે પ્રવાસીઓને મોબાઈલ પર ટિકિટ મળશે. ભીડના સમયે કંડકટર સાથે છૂટા પૈસા આપવાને લઈને થતી મચમચથી પ્રવાસીઓનો છૂટકારો થશે. મોબાઈલ પર આ એપ ડાઉનલોડ કરનારાને મોબાઈલ પર ટિકિટ ઉપલબ્ધ થશે. 14 ફેબ્રુઆરીથી ઓનલાઈન ટિકિટ કાઢનારા પહેલા મુજબ કાગળની ટિકિટ આપવાનું બંધ કરવામાં આવશે.
અરે વાહ! મુંબઈગરાને જોવા મળશે અરબી સમુદ્રનો અદભુત નજારો…જાણો વિગત,જુઓ વિડિઓ
અત્યાર સુધી 5,25,000 પ્રવાસીઓએ ચલો એપ ડાઉનલોડ કરી છે અને રોજ દોઢ લાખ મુંબઈગરાએ ચલો એપ અને સ્માર્ટ કાર્ડથી બેસ્ટની બસમાં પ્રવાસ કરે છે.
અહીં ઉલ્લેખનીય છે કે બેસ્ટની બસમાં દરરોજ સરેરાશ 25થી 30 લાખ લોકો પ્રવાસ કરે છે.