ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
વર્ષોથી મલાડ (વેસ્ટ)માં ટ્રાફિકની સમસ્યા રહી છે. એસ. વી. રોડ, નટરાજ માર્કેટ જેવા વિસ્તારોમાં તો વર્ષોથી પાલિકાના પ્રયાસ બાદ પણ અહીં ટ્રાફિકની તકલીફથી છુટકારો મેળવી શકાયો નથી. એસ. વી. રોડ અને નટરાજ માર્કેટના વિસ્તારમાં રસ્તો પહોળો કરવા માટે આડે આવતી દુકાનોને હટાવ્યા બાદ પણ ટ્રાફિકથી કોઈ રાહત મળવાના અણસાર નથી.
મુંબઈની બજારોમાં દિવાળીની ધૂમ; ગ્રાહકોની ભીડ અને વેપારીઓની અપેક્ષા બંનેમાં વધારો
થોડા સમય પહેલાં જ નટરાજ માર્કેટમાં મેમણ કૉલોની અને અરુણ બજારની વચ્ચે આવેલી દુકાનો રસ્તાને પહોળા કરવા માટે હટાવવામાં આવી હતી. હાલ રસ્તાને પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. જોકે સ્થાનિક રહેવાસી અને અહીં દુકાનો ધરાવતા લોકોના કહેવા મુજબ જયાં સુધી ન્યુ ઈરા ટૉકીઝના સિગ્નલથી માર્વે રોડ સિગ્નલ સુધીના બોટલનેકને દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી દુકાનો હટાવીને કે રસ્તા પહોળો કરીને કોઈ ફાયદો નથી.