News Continuous Bureau | Mumbai
ફાયર બ્રિગેડે આપેલી એનઓસીમાં રહેલા નિયમો અને શરતોનું પાલન નહીં કરવાનું કાંદીવલીની હંસા હેરિટેજ ઈમારત બિલ્ડિંગના પદાધિકારીઓ, ડેવલપર તથા આર્કિટેક્ટને ભારે પડયું છે.
ફાયર બ્રિગેડના નિયમોનું ઉલ્લંઘન બદલ મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેવિંગ મેઝર એક્ટ માં રહેલી જોગવાઈ મુજબ હંસા હેરીટેજમાં લાગેલી આગના પ્રકરણમાં બિલ્ડિંગના અધ્યક્ષ અને સેક્રેટરી સામે મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ (MRTP) એક્ટ હેઠળ નોટિસ મોકલવામાં આવી છે. તેમ જ ડેવલપર, અધ્યક્ષ અને સેક્રેટરી તેમ જ આર્કિટેક્ટના વિરોધમાં ગુનો નોંધવામાં આવ્યો છે, એવી માહિતી નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ 8 માર્ચના વિધાનસભામાં લેખિતમાં આપી છે.
કાંદીવલીની હંસા હેરીટેજમાં લાગેલી આગના સંદર્ભમાં શિવસેનાના (Shivsena) વિધાનસભ્ય સુનીલ પ્રભુએ સવાલ કર્યો હતો, તેના જવાબ આપતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે હંસા હેરીટેજમાં છ નવેમ્બર 2021ના આગ લાગી હતી, જેમાં બે સિનિયર સિટિઝન મહિલાના મૃત્યુ થયા હતા.
મુંબઈમાં ખુલ્લા મૅનહૉલનું જોખમ? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યા આ આદેશ ; જાણો વિગતે
એકનાથ શિંદેએ વિધાનસભામાં જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડે સાત એપ્રિલ 2014ના આપેલા એનઓસીમાં રહેલી શરત મુજબ બિલ્ડિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવા પહેલા સ્વતંત્ર વીજ પુરવઠો સબસ્ટેશન અને સ્ટેન્ડબાય પંપ બેસાડવા આવશ્યક હતા. જોકે આ બિલ્ડીંગને બિલ્ડિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું જ નથી.