ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. તેથી બહુ જલદી મુંબઈની સ્કૂલો ફરી ચાલુ થઈ જશે એવો સંકેત મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન અને પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ આપ્યો છે.
શુક્રવારે આદિત્ય ઠાકરેએ મુંબઈ મનપા સાથે એક બેઠક યોજી હતી, જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ શિક્ષણ વિભાગે માર્ચ મહિનાથી પૂર્ણ ક્ષમતાએ સ્કૂલો ખોલવાનો આદેશ આપવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. તેથી સ્કૂલ પૂર્ણ ક્ષમતાએ ખોલવાને લઈને તૈયારીઓ પણ ચાલુ કરવાનું કહેવામાં આવ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની કટકોટી અસર કરશે રિયલ એસ્ટેટને .ઘર ખરીદવા હજી મોંઘા પડશે. જાણો વિગત
કોરોનાની ત્રીજી લહેર અને ઓમાઈક્રોનની વધતી સંખ્યાને પગલે મહારાષ્ટ્રની તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. જોકે કોરોના નિયંત્રણમાં આવી ગચો છે અને બાળકોને પણ વેક્સિન આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેમ જ સ્કૂલના પરિસરમાં પણ પાલિકા, શિક્ષણ વિભાગ અને ડોકટરની મદદથી બાળકોને વેક્સિન આપવામાં આવવાની યોજના છે. તેથી સ્કૂલો ફરી પૂર્ણ ક્ષમતાએ ખોલવામાં કોઈ વાંધો ન હોવાનું રાજ્ય સરકારનું માનવું છે.