ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં સવારના ધસારાના સમયમાં બસ અને લોકલ ટ્રેનમાં ભારે ભીડ રહેતી હોય છે. અમુક વ્યક્તિ આરામથી મુસાફરી કરવાનું પસંદ કરતી હોવાથી તેઓ ઉબેર, ખાનગી ટેક્સી, રિક્ષામાં વગેરેમાં પ્રવાસ કરે છે.જોકે હવે મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટ પણ આગળ આવી છે. પ્રવાસીઓને રાહત આપવા માટે ટૂંક સમયમાં ખાનગી વાહનોની જેમ બેસ્ટમાં પણ પ્રવાસી પોતાની સીટ આરક્ષિત કરી શકશે બેસ્ટની આ સુવિધા વર્તમાન 'ચલો એપ' દ્વારા ઉપલબ્ધ થશે અથવા આ માટે એક સ્વતંત્ર એપ હશે, BEST એ સ્પષ્ટ કર્યું છે.
બેસ્ટના અધિકારીના કહેવા મુજબ આગામી થોડા દિવસોમાં પ્રવાસીઓ બેસ્ટની બસમાં સીટ રિઝર્વ કરી શકશે. આ માટે હાલમાં ચાલી રહેલી ચલો એપનો ઉપયોગ કરવામાં આવશે અથવા અલગ એપ દ્વારા સીટ રિઝર્વેશનની સુવિધા આપવામાં આવશે. તેમાં પ્રવાસીઓને બસનો રૂટ, સમય, તે રૂટ પર વધુ કેટલી બસ સેવા ઉપલબ્ધ થશે, તે અંગેની માહિતી મેળવી શકશે. આ સેવાઓ પર માત્ર વાતાનુકૂલિત બસો (AC) જ ચાલશે. આગામી ત્રણ મહિનામાં સેવા ઉપલબ્ધ થશે તેમ બેસ્ટ વહીવટીતંત્રે જણાવ્યું હતું.
દુનિયામાં સૌથી વધુ ટ્રાફિક ભારતનાં આ શહેરમાં, હંમેશા રસ્તા રહે છે જામ; જાણો વિગતે
આ એપ સાથે, ડેપો પર લાઇનમાં ઉભા રહીને ટિકિટ લેવાની જરૂર રહેશે નહીં. ચલો સુપર સેવર યોજના બસની મુસાફરી માં નાણાં બચાવવામાં મદદ કરશે. સુપર સેવર યોજના ચલો કાર્ડ અને ચલો એપ પર ઉપલબ્ધ છે.