News Continuous Bureau | Mumbai
ઇન્ડિયન રેલવે(Indian Railway)ની દાદર-પુડુચેરી એક્સપ્રેસ 11005 (Puducherry Express) સાથે મોટો અકસ્માત થયો હોવાના અહેવાલ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પૂર્વ મુંબઈ(Mumbai)ના માટુંગા રેલવે સ્ટેશન(Matunga Railway Station) નજીક ગઈ કાલે રાતે ફાસ્ટ લાઈન (મધ્ય રેલવે) પર દાદર-પુડુચેરી એક્સપ્રેસ (Puducherry Express) ટ્રેનના ત્રણ ડબ્બા(coach) પાટા પરથી ઉતરી ગયા હતા.
Three coaches of 11005 #PuducherryExpress derail at #Matunga station.
Time Around 9:45 PM pic.twitter.com/ldSw3Dm1OL— Siddhant Anand (@JournoSiddhant) April 15, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગઈ કાલે(શુક્રવારે) રાતે લગભગ 9.30ના આસપાસ દાદર-પુડુચેરી ચાલુક્ય એક્સપ્રેસ મુલુંડ સ્ટેશન(Mulund Railway Station) નજીક મુંબઈ સીએસએમટી(Mumbai CSMT Gadag Express) ગડગ એક્સપ્રેસ સાથે સહેજ અથડાઈ હતી. એને કારણે ચાલુક્ય એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : લીંબુ શરબત પીવું છે? મુંબઈમાં આ છે નવી કિંમત..
સદ્દભાગ્યે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. જોકે અકસ્માતના કારણે મધ્ય રેલ્વેની અનેક ટ્રેનોને અસર પડી છે. રેલવે રૂટ પર બંને તરફથી આવતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. માહિતી મળતા જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.