ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
બોરીવલી પૂર્વના એમજી રોડ પર એમએમઆરડીએ દ્વારા સ્કાયવૉકના પ્રોજેક્ટનો ત્યાંના સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પ્રચંડ વિરોધ કર્યો છે. આ રોડ પરની બધી દુકાનોના વેપારીએ મહારાષ્ટ્ર સરકારનો વિરોધ દર્શાવતાં બૅનર દુકાનની બહાર લટકાવ્યાં છે. વ્યાપારીઓનું કહેવું છે કે જ્યારે જનતાને જરૂર જ નથી આ સ્કાયવૉકની તો શા માટે ૯૧ કરોડનો વ્યર્થ ખર્ચ પાલિકા કરી રહી છે? અમે પહેલાંથી જ ટ્રાફિકની સમસ્યાથી હેરાન છીએ એવામાં ૪૦ ફૂટ પહોળાઈવાળા આ સાંકળા રસ્તા ઉપર સ્કાયવૉક બનશે તો ટ્રાફિક વધુ થશે.
મુંબઈમાં ઘણા સ્કાયવૉક દારૂડિયાઓનો અડ્ડો બની ગયા છે, ચેન ખેંચવા જેવી ઘટનાઓ ત્યાં થતી હોય છે. વળી સ્કાયવૉક લવર પૉઇન્ટ પણ બની જાય છે. સ્કાયવૉકની આજુબાજુના્ં બિલ્ડિંગોને આખો દિવસ બારીઓ બંધ રાખવી પડે છે. એથી આ વિસ્તારમાં પણ ક્રાઇમની ઘટનાઓ વધી જશે. એમજી રોડ પર સ્કૂલ અને હૉસ્પિટલ છે, તેમને ત્રાસ થશે. એવુંં વેપારીઓનું કહેવું છે.
પાક સરહદ નજીક વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, હાઈવે પર ફાઇટર વિમાનોનું જબરદસ્ત લૅન્ડિંગ; જુઓ વીડિયો
એમજી રોડથી બોરીવલી સ્ટેશનનો રસ્તો માત્ર દસ મિનિટનો છે. એથી અહીં સ્કાયવૉકની જરૂર નથી એવું સ્થાનિકોનું કહેવું છે.
વર્ષ ૨૦૧૭માં ભાજપનાં ભૂતપૂર્વ નગરસેવિકા આશાવરી પાટીલના હસ્તે આ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન થયું હતુંં, પણ આ પ્રોજેક્ટ કાર્ટર રોડ માટે હતો, એ અહીં શા માટે આવી ગયો છે? એવો પ્રશ્ન વ્યાપારીઓએ કર્યો હતો.