ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી રહેલી ધારાવી અને મોટી બજારો ધરાવતા દાદર અને માહીમ કોવિડની પહેલી લહેર દરમિયાન મુંબઈના હોટ સ્પોટ બની ગયા હતા. જોકે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બનેલી ધારાવી પેટર્નને કારણે મુંબઈનો જી-ઉત્તર વોર્ડ હવે કોરોના મુક્ત થવાની તૈયારીમાં છે. શુક્રવારે દાદર, ધારાવી અને માહીમમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો.
સારા સમાચાર!! એસી લોકલનો પ્રવાસ થશે સસ્તો, રેલવે પ્રધાને આપ્યા આ સંકેત… જાણો વિગત
કોરોનાનો ફેલાવો માર્ચ 2020થી મુંબઈમાં થયા બાદ ધારાવીની ઝૂંપડપટ્ટી અને દાદરની બજારો ચેપ ફેલાવવાના સેન્ટર બની રહ્યા હતા. જોકે વધુમા વધુ ટેસ્ટિંગ, તાત્કાલિક નિદાન, યોગ્ય સારવાર, ઝૂંપડપટ્ટી બાધત અને શંકાસ્પદ દર્દીનું ઈન્સ્ટિટયૂશનલ ક્વોરન્ટાઈ અને સાર્વજનિક શૌચાલયના સેનિટાઈઝેશન કરવામાં આવ્યા હતા. તેથી પહેલી અને બીજી લહેરમાં દાદર, ધારાવી અને માહીમમાં કોરોના નિયંત્રણમાં આવ્યો હતો. હાલ ધારાવી અને દાદરમાં છ સક્રિય દર્દી છે, તો માહિમમાં 25 દર્દી છે.