ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
થિયેટરમાં ગઈ કાલથી પ્રેક્ષકોનું આગમન શરૂ થઈ ગયું છે. છ મહિનાની લાંબી પ્રતીક્ષા બાદ શુક્રવારે 50% ક્ષમતા સાથે સિનેમાઘરો ખૂલી ગયાં છે. જોકે પ્રથમ દિવસે દર્શકોની સંખ્યા બહુ જ ઓછી જોવા મળી હતી. એની પાછળનું કારણ એ હોઈ શકે કે જે ફિલ્મ અન્ય રાજ્યોમાં અથવા OTT ઉપર રિલીઝ થઈ ગઈ છે એ જ ફિલ્મો ગઈ કાલે ચલાવાઈ હતી.
શુક્રવારે ‘ભવાઈ’, ‘બેલ બૉટમ’ અને ‘વેનમ’ જેવી બૉલિવુડ અને હૉલિવુડ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી, એટલે બહુ જ ઓછા દર્શકો દેખાયા હતા. પ્રતીક ગાંધીની ફિલ્મ ‘ભવાઈ’ સિવાય લગભગ બધી જૂની ફિલ્મો જ રીલિઝ થઈ હતી. એથી દર્શકોએ થિયેટરમાં આવવાની દિલચસ્પી દેખાડી નહીં. ફિલ્મ ટ્રેન્ડના નિષ્ણાત કોમલ નાહટાએ જણાવ્યું હતું કે સિનેમાઘરોમાં જ્યાં સુધી નવું કન્ટેન્ટ નહીં હોય ત્યાં સુધી ઓડિયન્સ નહીં આવે. સિનેમાગૃહમાં રજૂ કરાયેલી ફિલ્મો પર 'નૉટ ન્યૂ'નો સ્ટૅમ્પ લાગ્યો છે.
મુંબઈનું અગ્નિ તાંડવ : ઘોડા ભાગી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ. પાલિકા કમિશનરે આ આદેશ આપ્યા.
પાંચમી નવેમ્બરે થિયેટરોમાં રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' રજૂ થશે, ત્યારે દર્શકોની ભીડ જોવા મળે એવી અપેક્ષા સિનેમાઘરોના સંચાલકોને છે. બીજી બાજુ, ફિલ્મપ્રેમીઓને સિનેમાઘરો ખૂલ્યાનો ઉત્સાહ પણ છે. એક દર્શકે જણાવ્યું હતું કે નવી ફિલ્મો રિલીઝ થયા બાદ ફૅમિલી જોડે ફિલ્મ જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.