182
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. મુંબઈના તમામ 24 વૉર્ડમાં કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો એક હજાર દિવસની ઉપર પહોંચી ગયો છે. મુંબઈમાં દર્દી બમણા થવાનો સરેરાશ સમયગાળો 1,377 દિવસ પર આવી ગયો છે.
મુંબઈમાં હાલ સૌથી વધુ દર્દી બમણા થવાનો દર બી વૉર્ડના સેન્ડહર્સ્ટ રોડમાં છે. અહીં આ સમયગાળો 4756 દિવસનો થઈ ગયો છે. સૌથી ઓછો સમયગાળો એ વૉર્ડમાં કોલાબા ફોર્ટનો છે. અહીં આ સમયગાળો 1025 દિવસનો છે.
મુંબઈમાં બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ માથા પર હજી ત્રીજી લહેરનું જોખમ છે. છતાં છેલ્લા 15 દિવસથી મુંબઈમાં 300થી 500ની અંદર કેસ નોંધાઈ રહ્યા છે. સોમવારે પાંચ મહિનામાં સૌથી ઓછા 299 દર્દી નોંધાયા હતા. એથી દર્દી બમણા થવાનો સમયગાળો 1,377 પર આવી ગયો છે. 24 દિવસ પહેલાં સમયગાળો 720 દિવસ પર હતો.
You Might Be Interested In