ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
ઘાટકોપર(વેસ્ટ)માં વ્યસ્ત ગણાતા નીલંકઠ બિઝનેસ પાર્કમાં સોમવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. બપોરનો લંચ ટાઈમનો સમય હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હોવાનું માનવામાં આવે છે. સદનસીબે આગમાં કોઈને ઈજા પહોંચી નહોતી.
મુંબઈમાં આગનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. સોમવારના બપોરના 2.30 વાગ્યાની આસપાસ બ્રિગેડના જણાવ્યા મુજબ નીલકંઠ બિઝનેસ પાર્કના સાતમા માળા સોમવારે બપોરના લગભગ અઢી વાગે નીલકંઠ બિઝનેસ પાર્કના સાતમા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. લગભગ કલાકની અંદર આગ બુઝાવવામાં ,સફળતા મળી હતી. જોકે મોડે સુધી કુલિંગ ઓપરેશ ચાલુ હતું.
મુંબઈની હવા ફરી પ્રદૂષિતઃ આ દેશ ફરી બન્યો વિલન જાણો વિગત,
ફાયરબ્રિગેડના ત્રણ ફાયર એન્જિન બે જેટ્ટી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નહોતી.
પરંતુ સાતમા માળે આવેલી ઓફિસોમાં મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થયું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતુ. પરંતુ શોર્ટ સર્કિટ હોઈ શકે એવું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.
#ઘાટકોપરના #બિઝનેસન પાર્કમાં લાગી આગઃ લોકોનો #ચમત્કારીક બચાવ ,જુઓ વિડિઓ #mumbai #ghatkopar #fire #neelkanth #buisnesspark #firebrigade #fireengine #shortcircuit pic.twitter.com/TeNAq5u5uK
— news continuous (@NewsContinuous) February 7, 2022