News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના ઘર પર હુમલો કરવાના પ્રકરણમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) કર્મચારીઓના વકીલ એડવોકેટ ગુણરત્ન સદાવર્તેને શુક્રવારે રાત્રે ગાંવદેવી પોલીસે અટકાયતમાં લીધા હતા. સદાવર્તે પર ST કર્મચારીઓ દ્વારા શરદ પવારના ઘર પર હુમલાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. સદાવર્તેની ધરપકડ બાદ તેની પત્ની જયશ્રી પાટીલે ચોંકાવનારો આરોપ કરતા કહ્યું છે કે મારા પતિ અને પરિવારનો જાન જોખમમાં છે.
મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ ગુણરત્ન સદાવર્તેની પત્ની જયશ્રીએ આરોપ કર્યો છે કે મેં દિલીપ વાલસે પાટીલ અને શરદ પવાર સામે કેસ દાખલ કર્યો હોવાથી શરદ પવાર દબાણની રણનીતિ વાપરી રહ્યા છે.
જયશ્રી સદાવર્તેએ મિડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં એવા આરોપ કર્યા હતા કે મેં રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલ સામે રૂ. 600 કરોડની ફરિયાદ નોંધાવી છે. બદલો લેવા માટે આ શરદ પવારની પ્રેશર યુક્તિ છે. મારા પતિ, મારી પુત્રી અને મારો જાન જોખમમાં છે. અનિલ દેશમુખ અને દિલીપ વાલસે પાટીલ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આ અમારી લડાઈ છે એવો દાવો પણ સદાવર્તેના પત્ની જયશ્રી પાટીલે કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વાહ! !મુંબઈના રસ્તાઓ ઝગમગી ઉઠ્યા એલઈડી લાઈટ થી, ઉર્જાની થશે બચત. જાણો વિગતે
મેં શરદ પવાર વિરુદ્ધ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. CIDએ ગયા અઠવાડિયે મારો 80 પાનાનો જવાબ રેકોર્ડ કર્યો હતો. તેમાંથી મુક્તિ મેળવવા માટે આ પ્રકારની ગંદી રાજનીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા પતિ આખો દિવસ કોર્ટમાં હતા, પોલીસ દ્વારા તેમની જાણ વગર ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી એવો ચોંકાવનારો આક્ષેપ પણ જયશ્રી પાટીલે કર્યો છે. શરદ પવાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી.
આ દરમિયાન પોલીસે કલમ 120-બી અને કલમ 353 હેઠળ ગુણરત્ન સદાવર્તેની ધરપકડ કરી છે. તેમના પર સરકારી કામમાં અવરોધ અને શરદ પવારના ઘર પર હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. સદાવર્તન પર લાદવામાં આવેલી આ બંને કલમો બિનજામીનપાત્ર છે