ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ઘણી હદ સુધી કાબૂમાં આવી ગઈ છે. મુંબઈ લોકલ ટ્રેન સહિત મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ કોરોના સમયગાળા પહેલાની જેમ સંપૂર્ણ ક્ષમતાથી ટ્રેક પર દોડી રહી છે. સાથે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી ગઈ છે. પરંતુ મુંબઈ લોકલમાં મુસાફરી કરતા મુસાફરોને ટીકીટ લેવા માટે ટીકીટ વિન્ડો પર આવવું પડતું હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટિકિટ લેવા માટે મોબાઈલ કે અન્ય ડીજીટલ સુવિધા હજુ પણ બંધ છે. એટલે કે ટિકિટ લેવા માટે ટિકિટ બારી પર જવું પડે છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, રાજ્ય સરકારના આદેશ પ્રમાણે પૂર્ણ રસીકરણ ન થયેલા પ્રવાસીઓને લોકલ પ્રવાસની મનાઈ છે. આ નિયમનું પાલન થાય તે માટે યુટીએસ એપમાંથી કાઢવામાં આવતી મોબાઈલ ટિકિટ, જેટીબીએસ, એટીવીએમ વગેરે સુવિધા આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય મધ્ય અને પશ્ચિમ રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.
ભાજપના આ કેન્દ્રીય પ્રધાન મુંબઈ પોલીસ બાદ હવે BMCના ચક્કર માં ફસાયા. આ કારણથી તેમને મળી નોટિસ..
કોરોનાનું સંક્રમણ ઘટતા મુંબઈ અને પરાંમાં હોટલો, મોલ, બાર, સિનેમાઘરો સંપૂર્ણ ક્ષમતાથી ખોલવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે. તેથી લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યા હજુ વધી શકે અને તેનાથી કોરોનાનો ખતરો વધે તેવું કહેવાઈ રહ્યું છે. કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ અનેક ઓફિસોમાં પ્રત્યક્ષ કામ શરૂ થયું છે. તેથી સપ્તાહમાં સોમથી શુક્ર મુસાફરો વધુ હોય છે અને સપ્તાહના અંતે તે સંખ્યા ઓછી રહે છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ પહેલા, મુસાફરો માટે એટીવીએમ, કોટીવીએમ,જેટીબીએસ અને મોબાઈલ યુટીએસ જેવા ડિજિટલ ટીકીટના વિકલ્પો ઉપલબ્ધ હતા. કોરોનાકાળ દરમિયાન આ વિકલ્પો બંધ કરવામાં આવ્યા હતા.