194
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
ઉત્તર પ્રદેશના લખીમપુરની ઘટનાના નિષેધમાં આજે મહારાષ્ટ્ર બંધ છે. દાદરમાં MLA સદા સરવળકર શિવસૈનિકો સહિત મહારાષ્ટ્ર બંધના નિષેધમાં રસ્તા પર ઊતર્યા. દાદરના વ્યાપારીઓએ બંધને પ્રતિસાદ આપીને દુકાનો ખોલી નથી. તો જ્યાં દુકાનો બંધ નથી ત્યાં શિવસૈનિકો ધમકાવીને દુકાનો બંધ કરાવી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં શિવસેના, NCP તથા કૉન્ગ્રેસની સરકારે આજે એક દિવસના બંધના આપેલા એલાનને સફળ બનાવવા શિવસેનાના કાર્યકરો સવારથી જ મુંબઈના માર્ગો પર ઊમટી પડ્યા છે અને દુકાનો બંધ કરાવી રહ્યા છે. મલાડની નટરાજ માર્કેટમાં આવેલી તમામ દુકાનોને શિવસેનાના કાર્યકરો જબરદસ્તી બંધ કરાવી રહ્યા છે. જુઓ વીડિયો…
You Might Be Interested In