ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ ઑક્ટોબર, 2021
શનિવાર
ચોરોએ હવે રસ્તા પર રહેલાં ગટરનાં લોંખડનાં ઢાંકણાં ચોરવાનાનું ચાલુ કરી દીધું છે. પશ્ચિમ ઉપનગરમાં ખાસ કરીને અંધેરીમાં રસ્તા પર રહેલી સ્યુએજ લાઇનના લોખંડનાં ઢાંકણાં ચોરી જવાના ઉપરાઉપરી બનાવ વધી ગયા છે. ચોરોના કારનામાથી કંટાળેલી મુંબઈ મનપાએ છેવટે પોલીસ સ્ટેશનમાં આ ચોરો સામે ફરિયાદ નોંધાવી છે.
પાલિકા પાસે રાતના સમયે ગટરનાં ઢાંકણાં ચોરનારી ટોળકીના CCTV ફૂટેજ હાથ લાગ્યા છે. એને આધારે પાલિકાએ હવે આ ચોરોની ટોળકીને પકડી પાડવા પોલીસની મદદ માગી છે. છેલ્લા થોડા દિવસમાં જ ૨૦થી ૨૫ ઢાંકણાં ચોરાઈ ગયાં છે.
થાણેમાં ગેરકાયદે ફેરિયાની ગુંડાગીરી તો જુઓ; પાલિકાના કર્મચારીઓને, કહ્યું-તમારી ગરદન ઉડાવી નાખીશ
પાલિકાના જણાવ્યા મુજબ અંધેરી, વિલે પાર્લે અને જોગેશ્વરી વિસ્તારમાં ચોરોની ટોળકીએ છેલ્લા થોડા દિવસથી આતંક મચાવ્યો છે. રસ્તા પર રહેલી આ સ્યુએજ લાઇન જમીનની અંદર ૧૫થી ૨૫ ફૂટ ઊંડાઈ પર હોય છે. એથી એની ઉપર મજબૂત ઢાંકણું હોવું આવશ્યક હોય છે. એથી ગટરના મોઢા પર લોખંડના વજનદાર ઢાંકણાં બેસાડવામાં આવે છે. એક ઢાંકણની કિંમત ૧૨,૦૦૦ રૂપિયાની આસપાસ હોય છે.