ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જૂન 2021
બુધવારે
અપૂરતા વેક્સિનના સ્ટૉકને કારણે મુંબઈના બોરીવલી પરામાં આજે માત્ર ને માત્ર એક જ વેક્સિન સેન્ટર ખુલ્લું રાખવામાં આવ્યું છે. આજે અહીં ફક્ત પ્રબોધનકાર નાટ્યગૃહ કેન્દ્રમાં જ નાગરિકોને વેક્સિન મળશે.
કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુ ને વધુ નાગરિકોનું વેક્સિનેશન કરવું આવશ્યક છે. એથી એક તરફ BMC વેક્સિનેશન સેન્ટર વધારવાના દાવા કરી રહી છે, તો બીજી તરફ વેક્સિનની અછત હોવાથી મોટા ભાગનાં વેક્સિનેશન સેન્ટર્સ બંધ કરવામાં આવ્યાં છે. એમાં બોરીવલીના પણ મોટા ભાગનાં સેન્ટર્સ બંધ રાખવામાં આવ્યાં છે. એથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુમ થયેલાં બાળકોની શોધ માટે પોલીસે શરૂ કર્યું આ અભિયાન; નાગરિકોને કર્યું આ અહ્વાન, જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગયા વર્ષથી અત્યાર સુધી બોરીવલી (R-C વોર્ડ) માં કોરોનાના કુલ 48,372 કેસ નોંધાયા છે. જે મુંબઈમાં બીજા નંબરે સૌથી હાઈએસ્ટ કહેવાય છે. બોરીવલીમાં અત્યાર સુધી 906 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. તો હાલ અહીં 2,262 એક્ટિવ કેસ છે. બોરીવલીમાં કોરોનાનો ગ્રોથ રેટ 0.19 ટકા છે. કોરોનાના દર્દી મળી આવે તે બિલ્ડિંગ અથવા માળાને સીલ કરી દેવામાં આવે છે, જેમાં બોરીવલીમાં જુદી જુદી બિલ્ડિંગમાં કુલ 157 ફલોર સીલ કરવામાં આવ્યા છે. પાંચ અથવા તેનાથી વધુ કોરોનાના દર્દી મળે તો બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે. જોકે બોરીવલીમાં હાલ એક પણ બિલ્ડિંગને સીલ કરવામાં આવી નથી.