ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
રાજ્ય સરકારે કોરોના સંદર્ભે ગાઇડલાઇન જાહેર કરી તેમ જ લૉકડાઉન કઈ રીતે કરવું એ સંદર્ભે નિયમ બનાવવામાં આવ્યા. ઘણા નિષ્ણાતોએ આ ગાઇડલાઇન બનાવવામાં ભૂમિકા નિભાવી. જોકે મુંબઈ મહાનગરપાલિકા નિયમોનું પાલન પોતાની સગવડ પ્રમાણે કરે છે. વાત એમ છે કે મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર ઘટી ગયો છે. છતાં લૉકડાઉનના પ્રતિબંધો ઓછા કરવામાં આવ્યા નથી. મુંબઈ છોડીને અન્ય વિસ્તારોમાં મહારાષ્ટ્ર સરકારના નિયમો પ્રમાણે લૉકડાઉનને હળવું કરવામાં આવે છે, પરંતુ મુંબઈ સંદર્ભે વધુ સાવચેતીભર્યા નિર્ણય લેવાય છે. આ એવા નિર્ણય છે જે મુંબઈ મહાનગરપાલિકા મનસ્વીપણે લે છે. આ તબક્કે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું મુંબઈ મહાનગરપાલિકા રાજ્ય સરકાર કરતાં ઉપર છે?
મુંબઈમાં તમામ પ્રતિબંધો ક્યારે ખૂલશે? આ આંકડો મહત્વપૂર્ણ; જાણો વિગત
જો મુંબઈ શહેરમાં વેપારીઓને દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવે તો આર્થિક ગતિવિધિ આગળ વધે અને લોકોને આર્થિક સંકળામણમાંથી મુક્તિ મળે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાને આ સંદર્ભે ધ્યાન આપવું નથી.