SUBDOMAIN == gujarati

હું ગુજરાતી

શું તમને ખબર છે? ઓરીઓ બિસ્કિટની ટ્વિસ્ટ કરો, લીક કરો, ડન કરો આ સર્વપ્રથમ ઍડ કરનાર છોકરો ગુજરાતી છે? જાણો તેની યશગાથા અહીં

Jun, 5 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જૂન ૨૦૨૧

શનિવાર

સામાન્યપણે લોકો ઍડ્સ જોવાનું ઓછું પસંદ કરતા હોય છે, પરંતુ ટીવી જગતની અમુક ઍડ્સ એની ક્રિયેટિવિટીથી લોકોના મગજ પર અનેરી છાપ ઊભી કરે છે. આવી જ એક ઍડ વર્ષ ૨૦૧૧ દરમિયાન ઓરીઓ બિસ્કિટે બનાવી હતી, જેનો ડાયલૉગ ‘પહેલે ટ્વિસ્ટ કરો, ફિર લીક કરો, ડન કરો’ આજે પણ લોકોની જીભ પર રમી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે ઓરીઓ બિસ્કિટની સર્વપ્રથમ આ ઍડ કરનાર બાળક ગુજરાતી છે?

આ વાત છે ધ્રુવ બારોટની જે માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ ઍડ્વર્ટાઇઝિંગ જગતમાં છવાઈ ગયો છે. અંધેરીમાં રહેતો અને વિલેપાર્લેની એમ. પી. શાહ સ્કૂલમાં અભ્યાસ કરતો આ છોકરો હાલ દસમા ધોરણમાં પ્રવેશ કરશે. અંધેરીમાં રહેતો આ પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ખૂબ નજીકથી જોડાયેલો છે. ધ્રુવ હેવેલ્સ વાયર, મેગી મસાલા, કિન્ડર જૉય, સર્ફ એક્સેલ જેવી અનેક મોટી કંપનીઓની જાહેરાતમાં કામ કરી ચૂક્યો છે.

ધ્રુવ એની શાળામાં મોસ્ટ ટૅલેન્ટેડ છોકરા તરીકે જાણીતો છે. અભિનય, ગાયન, સ્પૉર્ટ્સ અને ભણવામાં પણ તે અગ્રેસર છે. તેણે અત્યાર સુધીમાં કુલ ૨૮ ઍડ કરી છે અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે તેણે ત્રણ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ દરમિયાન તેણે કરિશ્મા કપૂર, જુહી ચાવલા અને દિલીપ જોષી જેવા ઊંચા ગજાના કલાકાર સાથે પણ કામ કર્યું છે.

આ સંદર્ભે વાતચીત કરતાં ધ્રુવના પિતા અક્ષરભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “બાળકોમાં પ્રતિભા હોય જ છે. વાલીઓએ તેને ઓળખી અને સાચી દિશામાં વાળવાની હોય છે.” વર્ષ ૨૦૧૧માં એકવાર ધ્રુવ તેનાં માતા-પિતા સાથે રઘુલીલા મૉલમાં ગયો હતો અને ત્યાં એક વ્યક્તિએ આ નાના કુમળા બાળકને જોઈઍડમાં કામ કરવાનું કહ્યું હતું અને બાદમાં ફોટોશૂટ કર્યાના ત્રણ મહિનામાં તેને ઓરીઓનીસર્વપથમ ઍડ ૧૫૦ છોકરાઓ વચ્ચે ઓડિશન આપ્યા બાદ મળી હતી.

આ સંદર્ભે ધ્રુવ બારોટે ન્યુઝ કન્ટિન્યુઝ સાથે વાત કરતા કહ્યું કે “આ આખી સફર મારા માટે પ્રેરણાત્મક રહી છે અને મારા માતાપિતાએ મને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે.” ધ્રુવે પોતાની આ સફળતામાં પોતાના મહંત સ્વામી મહારાજના આશીર્વાદને પણ યાદ કાર્ય હતા.

સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના; મળો જોગેશ્વરીનાઆ છોકરાને જે પોતે ગંભીર બીમારીથી પીડિત છે, છતાં બીજા દર્દીઓની તત્પરતાથી મદદ કરે છે

ઉલ્લેખનીય છે કે ગાયન માટે કોઈ પણ વિશેષ તાલીમ ન લીધી હોવા છતાં ધ્રુવ સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનેક ભજનો સરસ ગાય છે. મુંબઈ ગુજરાતી સંગઠને ૨૦૨૦માં યોજેલી સર્જનાત્મક સ્પર્ધામાં પણ તેને ગાયન ગાવા બદલ પારિતોષિક મળ્યું હતું. જુઓ તેની ગાયકીની એક ઝલક અહીં - https://www.youtube.com/watch?v=07sIyKQsMYQ&list=PLIF1FEnDZJTyaZWU4WY19IX16tzIXEnYS&index=15

Leave Comments