SUBDOMAIN == gujarati

હું ગુજરાતી

સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના; મળો જોગેશ્વરીનાઆ છોકરાને જે પોતે ગંભીર બીમારીથી પીડિત છે, છતાં બીજા દર્દીઓની તત્પરતાથી મદદ કરે છે

Jun, 4 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૪ જૂન ૨૦૨૧

શુક્રવાર

કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકો અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમી ઘણીવાર ખૂબ જ ટૂંકા સમયમાં હિંમત હારી જાય છે. એવામાં જોગેશ્વરીમાં રહેતો એક યુવક એવો છે જે જન્મથી જ થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડિત છે, છતાં આ જ બીમારી સામે ઝઝૂમી રહેલા પોતાના મિત્રોની તત્પરતાથી મદદ કરી રહ્યો છે. આ વાત છે જોગેશ્વરીમાં રહેતા ચિન્મય દવેની, જે હાલમાં શૅર માર્કેટનું કામ કરે છે.

ચિન્મયે હાર્ડવેર ઍન્ડ નેટવર્કિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અમુક વર્ષો આ ક્ષેત્રમાં કાર્ય કર્યા બાદ સ્વાસ્થ્ય કારણોસર આ કામ છોડી દીધું હતું. આ યુવક તેની માતા શિક્ષિકા પલ્લવીબહેન સાથે પાંચ વર્ષની ઉંમરથી જ બ્લડ ડૉનેટ કરવા માટે લોકોને પ્રેર્યા હતા. ચિન્મય આ બીમારીથી ગ્રસિત પોતાના મિત્રોને ઘણી રીતે મદદરૂપ થયો છે. પોતાના મિત્રોને દવાઓ, રક્ત મેળવવા અને આર્થિક રીતે પણ સહયોગ આપ્યો છે.

થેલેસેમિયામાં વ્યક્તિનું હિમોગ્લોબિન સખત ઓછું થઈ જાય છે અને દર ૧૮થી ૨૧ દિવસ દરમિયાન બ્લડ ટ્રાન્સફ્યુઝનની પ્રકિયા કરાવવી પડે છે અને આયર્ન વધી જતું હોવાથી આયર્નજીલેશન થેરપી માટે દરરોજ એક ઇન્જેક્શન લેવું પડે છે, જે રાત્રે 8 કલાક સુધી ધીમે-ધીમે આપવામાં આવે છે.

આ સામાન્ય પરિવારને શરૂઆતમાં દવાઓનો ખર્ચ માટે પણ જે સંસ્થાઓ સહાય કરતી એમાંથી પણ પૈસા બચાવી તેઓ બીજા બાળકોને મદદ કરતા હતા. ચિન્મયે કપરી પરિસ્થિતિનો સામનો કરી પોતાની કારકિર્દી ઘડ્યા બાદ તેણે પોતાના મિત્રોને પણ આર્થિક સહયોગ આપ્યો છે. ઉપરાંત તે તેના મિત્રોનો પોર્ટફોલિયો પણ ખૂબ સારી રીતે હૅન્ડલ કરી રહ્યો છે. બીજા દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓ તરફથી પણ પોતાના મિત્રોને મદદ અપાવવામાં તે અચૂક સહાયરૂપ થાય છે.

આ વિશે વાતચીત કરતાં ચિન્મયનાં માતા પલ્લવીબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “તે પોતે પોતાના રોગ સામે લડીને એવી હિંમત બતાવી રહ્યો છે કે તેને જોઈને ભલભલા ડિપ્રેસ થયેલા લોકોમાં પણ નવી શક્તિનો સંચાર થાય છે.” કપરા સમયમાં ચિન્મય “ધ યર હેસ ગોન, બટ મેડ અસ સ્ટ્રૉન્ગ” જેવી કળીઓ દ્વારા પોતાની માતાને પણ જુસ્સો પૂરું પાડવાનું કામ કરે છે.

અરે વાહ! લૉકડાઉનમાં આ બહેન ઑનલાઇન સ્ટ્રિંગ આર્ટ શીખ્યાં; હવે બનાવશે પ્રોફેશનલ કરિયર, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ યુવકની જિજીવિષા અનેક લોકોને પ્રેરણા પૂરી પાડનારી છે. પોતાની તકલીફોને ભૂલી જઈ અને બીજાને મદદ કરવીએવી હિંમત સૌમાં હોતી નથી. વિલેપાર્લેની નાની ગોકળીબાઈ શાળામાં ભણેલો આ યુવક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડી રહ્યો છે.

Leave Comments