હું ગુજરાતી

કલ્યાણની ગુજરાતી શાળામાં ભણેલી આ વિદ્યાર્થિનીએ ઘડી અભૂતપૂર્વ કારકિર્દી; હાંસલ છે બ્યુટી ક્ષેત્રના બહુવિધ પાસાંઓમાં મહારત, જાણો વિગત

Jun, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

મંગળવાર

એકંદરે એવું જોવા મળે છે વ્યક્તિ પોતાના ક્ષેત્રના કોઈપણ એક જ વિષયમાં નિપુણ હોય, પરંતુ કલ્યાણની ગુજરાતી શાળામાં રહેતી એક યુવતી એવી છે જે ખૂબ જ નાનીવયે પોતાના ક્ષેત્રના દરેક વિષયમાં પારંગત બની ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ મેઘા સેજપાલની, જે માત્ર ૨૩ વર્ષની ઉંમરે પોતાનું સલોન ચલાવે છે અને બ્યુટી થેરેપિસ્ટ, કોસ્મોટોલોજિસ્ટ, નેઇલ આર્ટિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ અને હેઅર ડ્રેસર છે.

મેઘાએ પોતાનું શાળાકીય શિક્ષણ કલ્યાણની ગુજરાતી શાળા એમ.જે.બી. કન્યા વિદ્યાલયમાંથી મેળવ્યું હતું. પોતાનો સ્નાતક કક્ષાનો અભ્યાસ કરવાની સાથે તેણે આંતરરાષ્ટીય સ્તરે માન્ય કોસ્મોટોલોજીનો કોર્સ કર્યો હતો. એમાં નિપુણતા મેળવ્યા બાદ પણ તેણે ધીમે-ધીમે બ્યુટી થેરેપી, નેઇલ આર્ટ, મેકઅપ આર્ટ અને હેઅર ડ્રેસિંગની ટ્રેનિંગ લીધી અને એમાં પણ મહારત હાંસલ કર્યો.

આજે આ યુવતીની મહેનત રંગ લાવી છે અને એ ખૂબ જ નાની વયે કલ્યાણમાં પોતાનું મેઘા બ્યુટી સલોન અને મેઘા સ્કીન કૅર સ્ટુડિયો ચલાવે છે, જે કલ્યાણમાં ખૂબ જ પ્રખ્યાત છે. ઉપરાંત તેની માતા દ્વારા સંચાલિત મેઘા બ્યુટી ઍકેડૅમીમાં પોતે પ્રશિક્ષણ પણ આપે છે. મેઘા સહિત તેના વિદ્યાર્થીઓએ પણ આ ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી ઘડી છે.

આ સંદર્ભે વધુ વાત કરતાં મેઘાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મારો અનુભવ રહ્યો છે કે જો બાળક પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવે તો તેનું ભાષાકૌશલ્ય સમૃદ્ધ થાય છે.” તેના મતે માતૃભાષામાં ભણેલું બાળક અંગ્રેજી સહિત પોતાની માતૃભાષા અને એના દ્વારા સંસ્કાર પણ મેળવે છે. ઉપરાંત બીજી ભાષાઓ ઉપર પણ સારું પ્રભુત્વ મેળવી શકે છે.

આને કહેવાય ઇન્ટરનેટનો સદુપયોગ : કુર્લાની ગુજરાતી શાળાનો આ વિદ્યાર્થી જાણે છે જાપાનીઝ; ઑનલાઇન શીખે છે વિવિધ સોફ્ટવેર, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ તમામ સફળતાનો યશ મેધાએ પોતાના માતા-પિતાને આપ્યો હતો. એક જ વ્યક્તિ બ્યુટી થેરેપિસ્ટ, કોસ્મોટોલોજિસ્ટ, નેઇલ આર્ટિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ અને હેઅર ડ્રેસર પણ હોય એવું એકીકરણ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. એમ.જે.બી. કન્યા વિદ્યાલયની આ ભૂતપૂર્વ વિદ્યાર્થિની પોતાની શાળાના પ્રચાર-પ્રસાર માટે પણ તત્પરતાથી કાર્ય કરે છે. અહીં ફરી આ વાત સ્પષ્ટ થાય છે કે માતૃભાષામાં ભણીને પણ બાળક પોતાની મહેનત અને લગનથી ઉત્તમ કારકિર્દી ઘડી જ શકે છે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )