News Continuous Bureau | Mumbai
પત્રકાર હાર્દિક હુંડીયાએ પોતાની પ્રેસનોટમાં કહ્યું કે,…
“ટ્રસ્ટીઓ માં હવે ટ્રસ્ટ નથી
સમસ્ત જૈન સમાજ ની સાથે સાથે ધર્મ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા મહુડી તીર્થ સ્થળ માં આ તીર્થ નાં ટ્રસ્ટી જ ચોરી કરતા સીસીટીવી માં ઝડપાઈ ગયા છે. આ ઘટના વાયુવેગે પ્રસરી ગઇ છે . અને પ્રત્યેક ભક્ત આ નિદંનીય ઘટના ને શર્મસાર ઘટના ગણાવી રહ્યા છે .
જૈન સમાજ નાં અગ્રણી અને સાચી વાત ને સમાજ ની સામે નિષ્પક્ષ અને તટસ્થ રૂપે રજૂ કરનાર વરિષ્ઠ કલમપ્રહરી હાર્દિક હુંડીયા જી એ મહુડી તીર્થસ્થાન માં ટ્રસ્ટીઓ દ્વારા કરેલી ચોરી ની ઘટના ને સખત શબ્દોમાં વખોડી કાઢતાં તેઓ એ જણાવ્યું છે કે જન જન નાં આસ્થા નું કેન્દ્ર મહુડી તીર્થ સ્થળ એ જૈન સમાજ ની સાથે સાથે સમગ્ર ધર્મ સમાજ માટે ખુબ જ આસ્થા નું કેન્દ્ર છે . અહીં ભક્તો પોતાની મનવાંછિત મનોકામના પૂર્ણ થયા બાદ ભગવાન ને ભેટ સોગાદ ધરાવતા હોય છે . આટલા મોટા તીર્થ સ્થાન ની દેખરેખ માટે ટ્રસ્ટી મંડળ બનાવવા માં આવે છે . જેથી કરીને આ સ્થળ ની દેખરેખ તથા હિસાબ ની સાર સંભાળ રાખવા માં સરળતા રહે,
પરંતુ જે ટ્રસ્ટી ઉપર વિશ્વાસ મુકવામાં આવે તે જ ટ્રસ્ટી આ તીર્થ ની દાન પેટી માંથી ચોરી કરે તે ખરેખર બહુ જ નિંદનીય કૃત્ય ગણવામાં આવે. જે માટે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ . એવું જણાવતા હાર્દિક હુંડીયા જી એ વધુ માં જણાવ્યું કે મહુડી તીર્થ નાં ટ્રસ્ટી દ્વારા આશરે ૪૫ લાખ નાં સોના નાં વરખ અને સોનાની ચેઈન ની ચોરી કરતા નિલેશ મહેતા તથા સુનિલ મહેતા સીસીટીવી માં ઝડપાઈ ગયા છે.જૈન અગ્રણી હાર્દિક ભાઈ એ જણાવ્યું કે મહુડી જૈન તીર્થના જ આ ટ્રસ્ટી દ્વારા આ રીતે ચોરી કરતા પકડાઇ જાય તે ખરેખર શર્મજનક ઘટના છે જે અક્ષમ્ય છે. મહુડી નાં સમગ્ર દેવી દેવતા ઉપર લોકોની અપાર આસ્થા છે. લોકો પોતાની મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય તે બદલ અંહી ભેટસોગાદો ધરાવે છે આવા પવિત્ર યાત્રાધામ નાં જ ટ્રસ્ટી જ જો ચોરી કરતા હોય તો વિશ્વાસ કોની ઉપર મુકવો…!!
આ સમાચાર પણ વાંચો: જિંદગી, જિંદાદિલીનું નામ… આ Zomato Boy વ્હીલચેર બાઈક પર પહોંચાડે છે ભોજન, જુઓ વીડિયો..
નો ડાઉટ બધા જ તીર્થ ક્ષેત્રમાં ટ્રસ્ટી ઓ યથાસંભવ ફાળો આપતા જ હોય છે . પરંતુ જો આ રીત ની ઘટના સમાજ માં બનતી હોય તો તે ઘણી જ શર્મસાર ઘટના ગણાવી શકાય. આવા ટ્રસ્ટી ઓને જૈન તરીકે જ નહીં પરંતુ મંદિર માં પણ પ્રવેશ આપવા દેવો જોઈએ નહીં.અને આ લોકો ઉપર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ.જેને પગલે ભવિષ્ય માં આવું કૃત્ય કોઇ ટ્રસ્ટી કરે નહીં.
અને આ ટ્રસ્ટી ઓ ઉપર આપણે ભરોસો મુકતા હોઈએ અને મંદિર માં જે મિલકત હોય , ભક્તો પોતે જે ભેંટ ધરતા હોય છે , વિશ્વાસ મુકતા હોય છે અને તે જ ટ્રસ્ટી ઓ જો આવી રીતે ચોરી કરતા હોય તો ભરોસો કોના ઉપર કરવો ? આવા લોકો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. આ કળિયુગ નહીં પરંતુ કળીયુગનો પણ બાપ કહેવાય તેવો સમય આવી ગયો છે . અને તેથી જ આવી ઘટના ફરી નાં થાય તે માટે કઠોર કાર્યવાહી થવી જ જોઈએ
આ ઘટના કેવળ જૈન સમાજ જ નહીં પરંતુ સમગ્ર ધર્મ સમાજ માટે ખુબ જ શર્મસાર અને કલંકિત ઘટના ગણાવી શકાય.
વૈભવી સમાજ કેટલો મોટો ભરોસો આ ટ્રસ્ટીઓ ઉપર રાખે છે જ્યારે લાખો કરોડો ની બોલીઓ બોલાતી હોય છે ત્યારે ટ્રસ્ટી ઓ ની ફરજ છે કે વર્ષ માં એક વખત તેનો હિસાબ આપવો જોઈએ.અને જે ચડાવો બોલે છે તેઓએ પણ વરસ માં એક વખત ટ્રસ્ટીઓ પાસે હિસાબ માંગવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો: ‘ટ્વિટર વેરિફાઈડ’ અકાઉન્ટે તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સને અનફોલો કર્યા; સોશિયલ મીડિયા પર સનસનાટી
ટ્રસ્ટ માં કેટલી મિલકત છે? કેટલા રૂપિયા છે?
શું ખર્ચો થયો ? કેટલા બચ્યા?
આ બધી જ માહિતી ટ્રસ્ટીઓ પાસે માંગવી જોઈએ. આ હિસાબ ન લેવાથી અને વિશ્વાસ મુકવાથી આવી ભયંકર ઘટના સમાજ ની સામે આવી રહી છે.
જે ટ્રસ્ટ ઉપર ભરોસો મૂકી ને કરોડો રૂપિયા આપ્યા હોય તે લોકો જ આવું કૃત્ય કરે તેનાથી દુઃખદ ઘટના બીજી શું હોય શકે ?
જૈન અગ્રણી ની સાથે સાથે સત્ય વાત ને સમાજ ની સામે ચોક્કસ પણે લાવનાર હાર્દિક હુંડીયા જી એ મહુડી તીર્થસ્થાન માં બનેલ આ ઘટના ને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું હતું કે ટ્રસ્ટી પદે બેસાડતા પહેલા ખુબ જ ચકાસી ને આ પદ પર બેસાડવા ની જરૂર છે અને ટ્રસ્ટીઓ એ પણ આ પદ પર બેસતી વખતે વિચારવું જોઈએ કે તેઓએ કોઈ બહુ જ પુણ્ય નાં કામ કરીયા હશે ત્યારે તેઓને ભગવાન નાં મુનીમ બનવાનો અવસર મળ્યો છે.અને ભગવાન નાં મુનીમ બન્યા બાદ આ રીતનાં કાર્યો કરતા હોય તો આનાથી વધુ શર્મજનક ઘટના ના તો તેમના માટે હોઈ શકે નાં તો સમાજ માટે હોઈ શકે….!!
આવા કૃત્ય કરનાર ને એવી સજા થવી જોઈએ જેનાથી બીજી વખત આવું કૃત્ય કોઇ ટ્રસ્ટી કરે નહીં અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટે નહીં. દરેક ટ્રસ્ટમાં આજની તારીખે કરોડો રૂપિયા પડ્યા છે, લોકો ભરોસો મૂકે છે. પરંતુ મહુડી તીર્થસ્થાન ની ઘટના ઘટ્યા બાદ હવે ભરોસો મુકવો જોઈએ નહીં. ટ્રસ્ટીઓ ઉપર અંકુશ હોવો જોઈએ . દરેક સમાજે દરેક ટ્રસ્ટી પાસે સમયસર હિસાબ માંગતા રહેવું જોઈએ આ વાત ને ગંભીરતાપૂર્વક અમલ માં મુકવામાં આવે તે વાત પર ખાસ ધ્યાન દોરવતા હાર્દિક હુંડીયા જી એ ભાર દઈને આ વાત જણાવી છે.”