સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામના યુવા ધરતી પુત્ર પ્રવીણ માંગુકિયા આધુનિક ઢબે ખેતી કરી અવનવા પાકોનું વાવેતર કરી મબલખ કમાણી કરે છે.
આપણા ભારત દેશને કૃષિ પ્રધાન દેશનું બિરુદ કંઈ અમસ્તું જ મળ્યું નથી. દેશના ધરતી પુત્રો લોહી પાણી એક કરીને તેમની જીવાદોરી સમાન ખેતી વિષયક જમીનમાં મહેનત કરી ધન ધાન્ય પકવી દેશની જરૂરિયાત પૂરી પાડે છે.અને કદાચ તેથી જ તો કૃષિ પ્રધાન દેશના ખેડૂતને જગતના તાતથી ઓળખવામાં આવે છે. ત્યારે વર્તમાન સમય એટલે કે હાલના આધુનિક યુગના ખેડૂતો હવે જૂની પુરાણી ખેતી કરવાની પદ્ધતિને તિલાંજલી આપી નવીનતમ પ્રકારની નવી નવી ટેકનોલોજી પર આધારિત આધુનિક ઢબે ખેતી કરવાની શરૂઆત કરી છે. કામરેજના ઘલા ગામના પ્રતિભાશાળી અને યુવા ખેડૂત પ્રવીણ માંગુકિયા દ્વારા ઘલા ગામે આવેલી તેમની ખેતીની જમીનમાં દર વર્ષે અલગ અલગ રોકડિયા પાકોનું વાવેતર કરે છે. જેમાં તરબૂચ, લીલા મરચા તેમજ સક્કરટેટી જેવા પાકો અગ્રેસર છે.
હાલના ચાલુ વર્ષમાં પ્રવીણ માંગુકિયાએ 4 એકર જમીનમાં સક્કરટેટીનું વાવેતર કર્યું છે. 4 એકરમાં 50 ટન જેટલી સક્કરટેટી ના પાકનું ઉત્પાદન થવાની તેઓ આશા રાખે છે.દક્ષિણ ગુજરાતના ખેડૂતો પૈકી એક પ્રવીણ માંગુકિયાએ સૌપ્રથમ વાર તેમજ દક્ષિણ ગુજરાતનાં પ્રથમ ખેડૂત છે કે જેમણે સક્કરટેટીની વિજય અને મૃદુલા નામની બે જાતની સક્કરટેટીનું વાવેતર કર્યું હોય.રાજ્ય સરકારની ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની મારફતે તેમણે 1 એકરમાં 15 હજાર પ્રમાણે 4 એકરમાં 60 હજારની સબસીડી મેળવી ડ્રીપ ઇરીગેશન તેમજ મલ્ચીગ પદ્ધતિ દ્વારા સક્કરટેટીનું વાવેતર કર્યું.
આ સમાચાર પણ વાંચો : નારીશક્તિ.. આ પ્રથમ મહિલા લોકો પાઇલટે સ્વદેશી સેમી હાઇ સ્પીડ ‘વંદે ભારત એક્સપ્રેસ’ પણ દોડાવી, રચી દીધો ઇતિહાસ..
મહારાષ્ટ્રના નાસિકથી જાન્યુઆરી માસના પહેલા અઠવાડિયામાં બંને જાતની સક્કરટેટીના વિજય નામની જાતના એક રોપાના ₹.3.40 તેમજ મૃદુલા જાતના ₹.4.10 પ્રમાણે ભાવના 28 હજાર રોપા તેઓ લાવ્યા હતા. ત્યાર બાદ તૈયાર કરેલી 4 એકર જમીનમાં સક્કરટેટીનું વાવેતર કર્યું. 2 મહિના અને 10 દિવસના સમય ગાળા દરમ્યાન સક્કરટેટીનો પાક તૈયાર થઈ ગયો. શરૂઆતમાં કિલોના ₹.25 થી 40 ભાવ પ્રમાણે 1 એકરે 12 થી 15 ટન સક્કરટેટીના ઉત્પાદન અનુસાર 4 એકરમાં 50 થી 60 ટન સક્કર ટેટી ઉત્પાદન મેળવી શકશે. સક્કરટેટીના વેચાણ માટે ખેડૂત પ્રવીણ માંગુકિયાએ વેચાણ માટે બહાર જવાની જરૂર રહેતી નથી.વેપારીઓ સક્કરટેટી સીધી ખેતર માંથી વાહન મારફતે લઈ જાય છે.300 થી 800 ગ્રામ જેટલું વજન ધરાવતી મૃદુલા સક્કરટેટીમાં બીજ ઓછા તેમજ અંદરથી પલ્પ સફેદ હોય છે. જે સક્કરટેટી અન્ય સક્કરટેટીની સરખામણીમાં સ્વાદમાં વધુ મીઠી હોય તેમનો ભાવ અન્ય સક્કરટેટી કરતા વધુ મળે છે.
કામરેજ વિસ્તારના ખેડૂતોમાં એક અલગ જ ખેડૂતની છાપ ધરાવતા પ્રવીણ માંગુકિયાને પોતાના પિતાની નાંદુરસ્ત તબિયતના કારણે એન્જિનિયરીંગનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડવો પડ્યો હતો. અભ્યાસ છોડી દઈ પિતાના વારસાગત વ્યવસાય ખેતી પ્રત્યે તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યાર બાદ આધુનિક પદ્ધતિથી તેમણે ખેતી શરૂ કરી અને ખેતીમાં આધુનિકતા અને નવી ટેકનોલોજી આધારિત ખેતી કરતા આફ્રિકા, યુરોપ અને ઈઝરાઈલ જેવા દેશોમાં જઈ ખેતી વિશે નવીનતમ જાણકારી મેળવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો આધુનિક સમયમાં શેરડી કેળ જેવા પાકો સાથે સાથે ટૂંકા ગાળામાં વધુ આવક મેળવી આપે એવા રોકડિયા પાકોનું વાવેતર કરવું જોઇએ જેથી ખેડૂતને ટૂંકા ગાળામાં જ આવકનો સ્ત્રોત વધુ મળે.
આ સમાચાર પણ વાંચો : દેશને વ્યસનમુક્ત બનાવવા યુવકની અનોખી પહેલ, 6 હજાર કિ.મી નું અંતર 95 દિવસમાં પૂર્ણ કરી વિશ્વ વિક્રમ માટે નીકળેલો દોડવીર કામરેજ આવી પહોંચ્યો
Join Our WhatsApp Community