ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ટ્રેનમાં લાંબા અંતરના પ્રવાસ માટે આપણે ટિકીટનું રિઝર્વેશન કરાવીએ છીએ. ઘણા લોકો મનપસંદ બર્થ મેળવવા માટે કેટલાક મહિનાઓ પહેલાં જ ટિકીટ બુક કરાવી લે છે. જેથી તેઓ પ્રવાસની મજા માણી શકે. ઘણીવાર એવું થાય છે કે ગમતી બર્થ મળતી નથી. તેમાં વળી મિડલ બર્થ આવે તો મોટાભાગે લોકો તેને નાપસંદ કરતા હોય છે. મિડલ બર્થવાળી વ્યક્તિને સૂવાના સમયે ઘણી અગવડ થાય છે. તેને લોઅર બર્થવાળી વ્યક્તિના સૂવાની રાહ જોવી પડે છે પણ જો તમને કાયદો ખબર હશે તો તમારી અસુવિધા દૂર થઈ જશે.
ચારધામ યાત્રાને પ્રોત્સાહન આપવા સરકાર ચલાવી રહી છે વિશેષ ટ્રેન. જાણો વિગત.
મિડલ બર્થ માટે અમુક નિયમો છે.
– મિડલ બર્થનો ઉપયોગ 24 કલાક માટે ન કરી શકાય.
– તેને ફક્ત રાતના સમયે વાપરી શકાય છે અને બાકીના સમયે બંધ રાખવું પડે છે.
– મિડલ બર્થના પ્રવાસી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બર્થ વાપરી શકે.
– મિડલ બર્થ પ્રવાસી 10 વાગ્યા પહેલાં બર્થ ખોલે તો તેને અટકાવી શકાય છે. સવારે 6 વાગ્યા બાદ તેને બર્થ નીચે કરવાનું કહી શકાય છે. જેથી અન્ય લોકો બેસી શકે.
મહારાષ્ટ્ર આખું પાણી પાણી… આટલા ટકા વધુ વરસાદ થયો. જાણો કયા જિલ્લામાં કેટલા ટકા વધુ મેઘ વરસ્યા…